ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મધ્યપ્રદેશ: ગ્વાલિયરમાં પૂર પ્રભાવિત લોકો તેમના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યા છે

ઇટીવી ઇન્ડિયા ગ્વાલિયર જિલ્લાના ભીતરવાડમાં પૂરગ્રસ્ત ગ્રામજનોની સ્થિતિ જાણવા તેમની વચ્ચે પહોંચ્યું, જ્યાં પીડિતોએ કહ્યું કે તેમનું ઘર સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું છે, હવે સરકાર પાસેથી મદદની માત્ર આશા છે. કારણ કે હવે બે વખતની રોટલી પણ ખાવા માટે નથી.

mp
મધ્યપ્રદેશ: ગ્વાલિયરમાં પૂર પ્રભાવિત લોકો તેમના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યા છે

By

Published : Aug 6, 2021, 12:20 PM IST

  • મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ભારે વરસાદ
  • ભારે વરસાદને કારણે ભીતરવાડમાં લોકો રસ્તા પર
  • મોટી માત્રામાં અનાજને થયું નુક્સાન

ગ્વોલિયર: ગ્વાલિય ચંબલ અંચલમાં વરસાદના પાણીના કારણે આવેલા પૂરને કારણે પરિસ્થિતી ઘણી ભંયકર થઈ ગઈ છે. માત્ર ગ્વાલિયર જિલ્લાના ભીતરવાડ વિધાનસભા ક્ષેત્રમાં ઘણા ગામો એવા છે કે જે પૂરની જપેટમાં આવી ગયા હતા. આજે ETV Bharat ની ટીમ જિલ્લાના ભિતરવાર વિધાનસભામાં ગ્રાઉન્ડં રીપોર્ટીગ કરવા પહોંચી હતી. આ પહેલા ETV Bharat ની ટીમ સિલા ગામમાં પહોંચી હતી. આ ગામ પૂરના કારણે આખુ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. હાલમાં પણ ગામમા પાણી ભરાયેલા છે. ગામના લોકો રોડ પર આવી ગયા છે. લોકોના ઘરના અનાજ બગડી ગયા છે, ગામ લોકો પાસે 2 ટાઈમની રોટલીનું પણ અનાજ નથી રહ્યું.

મોટી માત્રમાં અનાજનો વ્યય

ગામલોકોનું કહેવું છે કે પૂરના કારણે ખૂબ જ નુક્શાન થયું છે. ગામમાં પાણી ઘુસવાના કારણે ગામ છોડીને ભાગી આવ્યા હતા. ગામમાં જે પશૂ હતા તેમની કોઈ ભાળ નથી. લોકોના ઘરોમાં ભરેલુ અનાજ બગડી ગયું છે, તે ખાવા યોગ્ય રહ્યું નથી. ત્રણ દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે અનાજ બગડી ગયું છે. ગામલોકો પાયમાલ થઈ ગયા છે. તેમને સરકાર પાસેથી આશા છે કે તે તેમની કોઈ મદદ કરશે.

મધ્યપ્રદેશ: ગ્વાલિયરમાં પૂર પ્રભાવિત લોકો તેમના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યા છે

આ પણ વાંચો: રાજ્યમાં આજે ગુજકેટની પરીક્ષા, 1.17 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

શિવરાજ સિંહ કરશે મુલાકાત

જિલ્લાની ભીતરવાડ વિધાનસભામાં અડધા સો ગામના છે, જે સંપૂર્ણપણે બરબાદ થઈ ગયા છે. આ જ કારણ છે કે આજે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ખુદ જિલ્લાના ડાબરા ગામ અને વિધાનસભા સભાની મુલાકાત લઈ રહ્યા છે અને ત્યાંની પરિસ્થિતિ જોઈ રહ્યા છે. કારણ કે તે બંને વિધાનસભાઓ છે જેમાં 90% ગામો પૂરથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે.

આ પણ વાંચો:RBIએ સતત સાતમી વખત વ્યાજ દર 4 ટકા પર યથાવત રાખ્યા

ABOUT THE AUTHOR

...view details