- ઈમારતની સજાવટ દરમિયાન દુર્ઘટના
- ગ્વાલિયરમાં 3 ફાયર કર્મચારીના મૃત્યુ
- હાઈડ્રોલિક મશીનની ક્રેન તૂટતા બની દુર્ઘટના
ગ્વાલિયર: મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરના રેહેણાંક કાલીન પોસ્ટ ઓફિસની બિલ્ડીંગ પર ત્રિરંગો ફરકાવતા સમયે એક મોટી ઘટના બની હતી. આ દુર્ઘટના ત્યા ઘટી જ્યારે ફાયર બ્રિગેડની હાઈડ્રોલિક મશીનની ક્રેન તૂટી ગઈ. આ દુર્ઘટનામા ફાયર વિભાગના 3 કર્મચારીઓના મૃત્યુ થયા હતા અને એક ચોકીદાર પણ ઘાયલ થયો હતો. ઘાયલ ચોકીદારને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
ત્રણ કર્મચારીઓના મૃત્યુ
ઘટનાની જાણકારી મળતા પ્રભાપી પ્રધાન તુલસી સિલાવટ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ ઘટના એ સમયે થઈ જ્યારે નગર નિગમની ફાયર બ્રિગેડની હાઈડ્રોલિક મશીનની ટ્રોલીમાં બેસીને કર્મચારી ત્રિરંગો અને લાઈટીંગની તૈયારીઓ કરી રહ્યા હતા. એકાએક ટ્રોલી તૂટી ગઈ હતી અને ઘટનામાં 3 કર્મચારીઓના મૃત્યુ થયા હતા.
આ પણ વાંચો :75th Independence Day: સુરક્ષાને ધ્યાનમાં રાખી અનેક રાજ્યોમાં હાઈ એલર્ટ, તપાસ અભિયાન શરૂ