- BJP સાંસદ કૌશલ કિશોરના મોટા ભાઈનું નિધન
- કોરોનાને કારણે થયું સાંસદના ભાઈનું નિધન
- લખનઉમાં હોસ્પિટલમાં ઓક્સિજનની અછત
લખનઉ: ઉત્તર પ્રદેશમા કોરોનાને કારણે હાહાકાર થઈ રહ્યો છે. શુક્રવારે ભાજપના બે ધારાસભ્યો સહિતના રેકોર્ડ 196 લોકોનાં મોત નીપજ્યાં હતાં. તે જ સમયે, શનિવારે રાત્રે મોહનલાલગંજના સાંસદ કૌશલ કિશોરના મોટા ભાઈ મહાવીર પ્રસાદ (85) નું કોરોનાને કારણે હોસ્પિટલમાં નિધન થયું હતું. મહાવીર પ્રસાદ છેલ્લા એક અઠવાડિયાથી વેન્ટિલેટર પર હતા. સાંસદે ટ્વિટ કરીને મોટા ભાઈના મૃત્યું અંગે માહિતી આપી છે.
સાંસદે ટ્વીટ કરી આપી જાણકારી
સાંસદ કૌશલ કિશોરના મોટા ભાઈ મહાવીર પ્રસાદને કોરોના પોઝિટિવ આવ્યા બાદ કેજીએમયુની કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબિયત લથડતાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા, પરંતુ તેની તબિયતમાં કોઈ સુધારો થયો ન હતો. સાંસદ કૌશલ કિશોરે લોકોને ટ્વીટ કરીને મૃત્યુંની જાણકારી આપી હતી. તેમણે ટ્વિટર પર લખ્યું છે કે 'મારા મોટા ભાઈ શ્રી મહાવીર પ્રસાદ કોરોના મહામારીમાં મૃત્યું પામ્યા છે.