- લાંબો સમય રહી શકે છે કોવિડ સિન્ડ્રોમ (Long Covid Syndrome)
- શરીરના આંતરિક અવયવોને કોરોનાથી નુકસાન થતાં થાય છે કોવિડ સિન્ડ્રોમ
- ETV Bharat Sukhibhav દ્વારા નિષ્ણાત તબીબ સાથે થઇ વાતચીત
લાંબા કોવિડ સિન્ડ્રોમમાં (Long Covid Syndrome) દર્દીમાં તાવ ઓછો થયા પછી પણ લગભગ 3 મહિના સુધી કોરોનાના લક્ષણો અને અસરો જોવા મળે છે. આ સ્થિતિ સામાન્ય રીતે ચેપને કારણે સંકળાયેલા અંગોને થયેલાં નુકસાનને આભારી છે. Long Covid Syndrome વિશે વધુ જાણવા ઈટીવી ભારત સુખી ભવએ ઈકોકાર્ડિઓગ્રાફી એન્ડ એન્ડોક્રાઇન સોસાયટી ઓફ ઇન્ડિયન સોસાયટીના સભ્ય, ગોવા મેડિકલ કોલેજના પૂર્વ પ્રવક્તા, અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજીના સભ્ય અને ગોવાના વરિષ્ઠ કાર્ડિયોલોજિસ્ટ ડો. મહેન્દ્ર કારે સાથે વાત કરી.
શરીરના આ 4 ભાગો પર કોરોનાનો સૌથી વધુ પ્રભાવ પડે છે
ડો.મહેન્દ્ર કારેએ જણાવ્યું કે માનવ શરીરના 4 ભાગો પર કોરોનાનો સૌથી વધુ પ્રભાવ પડે છે. ફેફસાં, હૃદય, ચેતાતંત્ર અને માનવ શરીરની સામાન્ય સિસ્ટમ, જેના કારણે વ્યક્તિ નબળાઇ અને થાક જેવી સમસ્યાઓ અનુભવે છે. લાંબા કોવિડ સંક્રમણ દરમિયાન દર્દીમાં તાવ ઓછો થયા પછી અથવા રિપોર્ટ નેગેટિવ આવ્યાં પછી પણ કોરોનાનાં લક્ષણો લાંબા સમય સુધી ચાલુ રહે છે. એવામાં ડોકટરો આવા દર્દીઓને સલાહ આપે છે કે જેમની કોરોના દરમિયાન ઇકો ટેસ્ટ થયો નથી, તેઓ આ પરીક્ષણ કરાવે. મોટાભાગના કિસ્સાઓમાં ડોકટરો સારવાર અથવા તપાસ માટે આવા તબક્કે વધુ લક્ષણો દેખાવાની રાહ જોતાં નથી. કારણ કે (Long Covid Syndrome) લાંબો કોવિડ સિન્ડ્રોમ ફેફસાં, હૃદય અને ચેતા સહિતના અન્ય કોઈ અંગને નુકસાનને કારણે પણ હોઈ શકે છે.
Long Covid Syndrome નીચે જણાવ્યું તે પ્રકારે શરીરના વિવિધ ભાગોને અસર કરી શકે છે.
ફેફસાંઃ
કોરોના સંક્રમણની સૌથી મોટી અસર ફેફસાં પર જોવા મળે છે. સંક્રમણની ગંભીર અસરો ફેફસાંના ફાઇબ્રોસિસ અને ફેફસાંની પેશીઓને નુકસાન પહોંચાડે છે જેનાથી શરીર પર ઘાતક અસરો થઈ શકે છે. તેનાથી વ્યક્તિની શ્વાસ લેવાની ક્ષમતાને અસર થાય છે, જે શરીરમાં ઓક્સિજન સપ્લાયને અસર કરે છે. ડો.મહેન્દ્ર કારે કહે છે કે કોરોનામાંથી સ્વસ્થ થયા પછી પણ જો કોઈ વ્યક્તિને લાંબા સમય સુધી શ્વાસ લેવામાં તકલીફ થાય અથવા ઓક્સિજનનું સ્તર વધુ કે ઓછું થઈ રહ્યું છે તો તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ. સામાન્ય રીતે ડોકટરો ફેફસાંની સ્થિતિ જાણવા માટે 6 મિનિટ ચાલવાની કસોટીનો માપદંડ આપે છે. આ પરીક્ષણ દરમિયાન જો વ્યક્તિનું ઓક્સિજન સ્તર 95 ટકા કે તેનાથી પણ નીચે 90 ટકા આવે છે તો આ સ્થિતિ ફેફસાંમાં ફાઇબ્રોસિસની સંભાવનાની પુષ્ટિ કરે છે.
મસ્તિષ્કઃ કોરોના સંક્રમણને લીધે, ગંભીર આડઅસર મગજ પર પણ જોવા મળે છે. ડો.મહેન્દ્ર કારે જણાવે છે કે વિવિધ અવયવોને થતાં નુકસાન મગજને પણ અસર કરે છે. જેના કારણે Corona દરમિયાન અને પછી સ્મૃતિ ભ્રમ અને મૂંઝવણ જેવી સમસ્યાઓ જોવા મળે છે.
શરીરનું ચેતાતંત્રઃ થાક અને નબળાઇની સમસ્યા સામાન્ય રીતે સંક્રમણ દરમિયાન અને પછી પણ તમામ કોરોના દર્દીઓમાંં જોવા મળે છે. ફેફસાં અને હૃદયની સમસ્યાઓ ઉપરાંત શરીરની સામાન્ય સિસ્ટમ પર અસર થવાને કારણે પણ આ સમસ્યા થાય છે. પરંતુ (Long Covid Syndrome) લાંબા કોવિડ સિન્ડ્રોમમાં આ સમસ્યાની તીવ્રતા, સ્તર અને અસર વધુ હોઈ શકે છે.
પોસ્ટ રીકવરી લક્ષણો આપે છે જોખમની ચેતવણી
ડો.મહેન્દ્ર કારે જણાવે છે કે જો રીકવરીના સમયગાળા દરમિયાન અથવા તે પછી પણ શ્વાસ લેવામાં, છાતીમાં દુખાવો, ચાલવા પછી ચક્કર આવવા અથવા કોઈ શારીરિક પ્રવૃત્તિમાં મુશ્કેલી અનુભવાય તો તરત જ તબીબી સલાહ લેવી જોઈએ.