ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બિહારમાં 25 મે સુધી લોકડાઉન, મુખ્ય પ્રધાને ટ્વિટ કરીને આપી માહિતી - બિહારમાં કોરોના સંકટ

બિહારમાં 10 દિવસ માટે લોકડાઉન વધારી દેવામાં આવ્યું છે. અગાઉ 15 મે સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું હવે નવા આદેશ મુજબ 25 મે સુધી લોકડાઉન રહેશે. મુખ્યપ્રધાન નિતીશ કુમારે ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી છે.

બિહારમાં 25 મે સુધી લોકડાઉન,
બિહારમાં 25 મે સુધી લોકડાઉન,

By

Published : May 13, 2021, 4:51 PM IST

  • બિહારમાં લંબાવાયું લોકડાઉન
  • હવે 25 બે સુધી બિહાર બંધ
  • મુખ્યપ્રધાને ટ્વિટ કરીને આપી માહિતી

પટણા: નીતીશ સરકારે રાજ્યમાં લૉકડાઉન વધારવાનો નિર્ણય કર્યો છે. મુખ્યપ્રધાન નીતીશ કુમારે ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે. આ અગાઉ કોરોનાની બીજી લહેર વચ્ચે હાઇકોર્ટની ફટકારના કારણે બિહાર સરકારે 5 મેથી 15 મે સુધી લોકડાઉન જાહેર કર્યું હતું પણ હવે સરકારે 25 મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી હતી.

વધુ વાંચો:મહારાષ્ટ્રમાં 1 લી જૂન સુધી લંબાવાયુ લોકડાઉન, આવશ્યક સેવાઓને મળશે છૂટ

મુખ્ય પ્રધાને ટ્વિટ કરીને જણાવ્યું હતું કે...

સીએમ નીતીશ કુમારે ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી હતી કે," આજે સહયોગી પ્રધાનગણ અને પદાધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં લોકડાઉનની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં લોકડાઉનના સકારાત્મક પરિણામો જોવા મળ્યા હતાં. આથી બિહારમાં આગામી 10 દિવસ માટે એટલે કે 16થી 25 મે સુધી લોકડાઉન વધારવામાં આવ્યું છે.

વધુ વાંચો:તેલંગાણામાં 12 મે થી 10 દિવસનું લોકડાઉન લાગુ

ABOUT THE AUTHOR

...view details