ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લેફ્ટનન્ટ ગવર્નર જે એન્ડ કે-આ બાળકીના વાઈરલ વીડિયો સંદેશનો આપે છે જવાબ

ઓનલાઇન વર્ગો સંબંધિત એક વીડિયો સંદેશમાં છ વર્ષની બાળકીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરિયાદ કરી છે. બાળકીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાઈરલ થઈ રહ્યો છે.

વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ
વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ

By

Published : Jun 1, 2021, 2:09 PM IST

  • બાળકીનો વીડિયો થયો વાઈરલ
  • બાળકીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કરી ફરિયાદ
  • મનોજ સિંહાએ કર્યું ટ્વિટ

શ્રીનગર:કાશ્મીરની એક નાની ક્યૂટ બાળકીનો વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં 6 વર્ષની બાળકી તેના પર અભ્યાસના ભારણ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરિયાદ કરી રહી છે. બાળકીનું કહેવું છે કે, તેને સવારે ઉઠીને ભણવાનું છે. ક્યૂટ બેબી ગર્લનો આ સુંદર વીડિયો લોકોને પસંદ આવી રહ્યો છે અને તેઓ ટિપ્પણી પણ કરી રહ્યા છે.

બાળકીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરિયાદ કરી

બાળકીની ફરિયાદ

વીડિયોમાં બાળકીએ ફરિયાદ કરી હતી કે, તેના ઓનલાઇન વર્ગો સવારે 10 વાગ્યાથી શરૂ થાય છે અને બપોરે 2 વાગ્યા સુધી ચાલુ રહે છે. બાળકીએ કહ્યું, મોદી સાહેબ નાના બાળકોને શિક્ષકો આટલું હોમવર્ક કેમ આપે છે...?

બાળકીએ જણાવ્યું કે, તેનો વર્ગ સવારે 10થી બપોરે 2 વાગ્યા સુધી ચાલે છે. આ દરમિયાન તેણે ગણિત, અંગ્રેજી, કમ્પ્યુટર, ઉર્દૂ અને EVSનો અભ્યાસ કરવો પડે છે.

આ પણ વાંચો: આજથી ધોરણ 1થી 9ની શાળાઓમાં અચોક્કસ મુદ્દત સુધી શિક્ષણ કાર્ય બંધ રહેશે

અભ્યાસનો ભાર ઓછો કરવા આપ્યો નિર્દેશ

નોંધનીય છે કે, આ વીડિયો જોયા પછી લેફ્ટનન્ટ ગવર્નરે સ્કૂલ એજ્યુકેશન વિભાગને બાળકોને ગૃહકાર્ય અને અભ્યાસનો ભાર ઓછો કરવા માટે 48 કલાકમાં નીતિ તૈયાર કરવા નિર્દેશ આપ્યો હતો.

મનોજ સિંહાએ કર્યું ટ્વિટ

ટ્વિટર પર શેર કરતાં LG મનોજ સિંહાએ કહ્યું, ખૂબ જ રસપ્રદ ફરિયાદ. બાળપણની નિર્દોષતા એ ભગવાનની ભેટ છે અને તેના દિવસો જીવંત, આનંદથી ભરેલા હોવા જોઈએ.

આ પણ વાંચો: ભાવનગરઃ શહેરમાં શેરી શાળા શરૂ કરાઈ, ઓનલાઇન શિક્ષણ નિષ્ફળ હોવાનું જણાવતા શિક્ષકો

છોકરીના વીડિયો પર સિંહાએ આપી પ્રતિક્રિયા

માઇક્રો-બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર પર શેર કરેલી આ છોકરીના વીડિયો પર પ્રતિક્રિયા આપતા સિંહાએ કહ્યું કે, 'બાળકીએ ખૂબ જ નિર્દોષ રીતે ફરિયાદ કરી છે. મેં શાળાના શિક્ષણ વિભાગના નિયામકને બાળકોના ગૃહકાર્યની સૂચના આપી છે. સ્કૂલનાં બાળકો પરનાં ગૃહકાર્યનું ભારણ ઓછું કરવા માટે, શાળા શિક્ષણ વિભાગને 48 કલાકમાં નીતિ ઘડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. બાળપણની નિર્દોષતા એ ભગવાનની ઉપહાર છે અને તેના દિવસો જીવંત અને આનંદથી ભરેલા હોવા જોઈએ.

ABOUT THE AUTHOR

...view details