ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આધુનિક ભારતના પિતા સમાજ સુધારક રાજા રામમોહન રોયની આજે પુણ્યતિથિ, તેમના જીવન વિશે જાણો

આધુનિક ભારતના પિતા સમાજ સુધારક રાજા રામ મોહન રોયની આજે પુણ્યતિથિ છે. રાજા રામ મોહન રોયને સમાજની સતીપ્રથા અને બાળ વિવાહ જેવી કુરીતિઓનો અંત કરવા માટે યાદ કરવામાં આવે છે. તો રાજા રામ મોહન રોયના જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો જાણો આ અહેવાલમાં.

આધુનિક ભારતના પિતા સમાજ સુધારક રાજા રામમોહન રોયની આજે પુણ્યતિથિ, તેમના જીવન વિશે જાણો
આધુનિક ભારતના પિતા સમાજ સુધારક રાજા રામમોહન રોયની આજે પુણ્યતિથિ, તેમના જીવન વિશે જાણો

By

Published : Sep 27, 2021, 10:08 AM IST

  • આધુનિક ભારતના પિતા સમાજ સુધારક રાજા રામ મોહન રોયની આજે પુણ્યતિથિ છે
  • રાજા રામમોહન રોયનો જન્મ 22 મે, 1772ના દિવસે રાધાનગર નામના બંગાળના એક ગામમાં એક બંગાળી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો
  • 27 સપ્ટેમ્બર 1833ના દિવસે બ્રિસ્ટલની પાસે સ્ટાપ્લેટોનમાં મેનિંઝાઈટિસના કારણે તેમનું નિધન થયું હતું.

ન્યૂઝ ડેસ્કઃ રાજા રામમોહન રોયનો જન્મ 22 મે, 1772ના દિવસે રાધાનગર નામના બંગાળના એક ગામમાં એક બંગાળી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામે રમાકાન્ત રોય હતું. તેમમે ખૂબ જ નાની ઉંમરમાં અનેક ભાષાઓ આવડી ગઈ હતી. આમાં મુખ્યત્વે અરબી, ફારસી, અંગ્રેજી અને હિબ્રુ ભાષાઓ હતી. ઈસ્ટ ઈન્ડિયા કંપનીની નોકરી ઠુકરાવીને રાયના જીવનનું મુખ્ય લક્ષ્ય સમાજની કુરીતિઓને નાબૂદ કરવાની હતી. તેમણે માત્ર 15 વર્ષની ઉંમરમાં બંગાળમાં પુસ્તક લખીને મૂર્તિપૂજાનો વિરોધ શરૂ કર્યો હતો. આવું કરવાના કારણે તેમને પરિવારથી કાઢી મુકવામાં આવ્યા હતા.

રાજા રામમોહન રોય હિન્દુઓના જ નહીં, પરંતુ હિન્દુ સમાજની કુરીતિઓના વિરોધી હતા. વિશેષ રીતે તેઓ કુરીતિઓ જે ધર્મના નામ પર મહિલાઓ પર અત્યાચાર કરવા માટે બનાવવામાં આવી હતી. આ ક્રમમાં તેમણે વર્ષ 1828માં 'બ્રહ્મ સમાજ'ની સ્થાપના કરી હતી. તેમના આ પગલું સમાજને સુધારવાની દિશામાં પહેલા મોટા આંદોલન તરીકે જોવામાં આવ્યું હતું.

સતીપ્રથાની નાબૂદી

રાજા રામમોહન રોય કોઈ કામથી વિદેશ ગયા હતા અને તે સમયે તેમના ભાઈનું નિધન થઈ ગયું. તેમના ભાઈના નિધન પછી સતીપ્રથાના નામ પર તેમની ભાભીને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. આ ઘટનાથી તેઓ હચમચી ગયા હતા. એટલે તેમણે નક્કી કર્યું હતું કે, જે તેમના ભાભી સાથે થયું. તેવું તેઓ હવે કોઈ અન્ય મહિલા સાથે નહીં થવા દે. વર્ષ 1829માં જઈને તેમણે સમાજમાં ફેલાયેલી ગંદકીનો અંત કરવામાં સફળતા મળી હતી.

સતીના નામ પર બંગાળમાં મહિલાઓને જીવતા સળગાવી દેવામાં આવતી હતી. તે સમયે બાળલગ્નની પણ પ્રથા હતી. ક્યાંક ક્યાંક તો 50 વર્ષના વ્યક્તિની સાથે 12-13 વર્ષની બાળકીના લગ્ન કરાવવામાં આવતા હતા અને પછી જો તે વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો તે બાળકીને તેમની ચિતા પર બેસાડીને જીવતી સળગાવી દેવામાં આવતી હતી.

કેટલાક ધર્મના કટ્ટરપંથીઓએ રાજા રામમોહન રોય પર બ્રિટિશ એજન્ટ હોવાનો આરોપ લગાવ્યો હતો

સમાજમાં વધતા તેમના પ્રભાવને જોતા તે સમયે કેટલાક ધર્મના કટ્ટરપંથી લોકોએ તેમની પર બ્રિટિશ એજન્ટ હોવાનો પણ આરોપ લગાવ્યો હતો, પરંતુ તેઓ પોતાના ઈરાદાઓ પર અડક એક સાચા યોદ્ધાની જેમ અડગ રહ્યા અને વિજયી બન્યા હતા.

અંગ્રેજી શિક્ષણની વકીલાત કરી હતી

જ્યારે પુરાતત્ત્વવિદ અને પશ્ચિમી સંસ્કૃતિ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. ત્યારે તેમણે બંનેના સંગની સાથે વિકાસની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે જ્યાં ફિઝિક્સ, મેથ્સ, બોટની અને ફિલોસોફી જેવા વિષયોને વાંચવાનું કહ્યું તો તેમણે વેદો અને ઉપનિષદોને પણ જીવનદર્શન માટે અનિવાર્ય ગણાવ્યા હતા.

1833માં રાજા રામમોહન રોયનું નિધન થયું

વર્ષ 1830માં રાજા રામમોહન રોય પોતાના પેન્શન અને ભથ્થા માટે મુઘલ સમ્રાટ અકબર દ્વિતીયના રાજદૂત બનીને યુનાઈટેડ કિંગ્ડમ ગયા હતા. 27 સપ્ટેમ્બર 1833ના દિવસે બ્રિસ્ટલની પાસે સ્ટાપ્લેટોનમાં મેનિંઝાઈટિસના કારણે તેમનું નિધન થયું હતું.ટ

આ પણ વાંચો-Rembering Yash Chopra: હિન્દી સિનેમાના રોમાન્સના બાદશાહ નિર્દેશક યશ ચોપરાની આજે જન્મજયંતી, પોતાની ફિલ્મોમાં કરતા હતા અનેક પ્રયોગ

આ પણ વાંચો-આજે 'ભારત રત્ન' પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પ્રથમ પુણ્યતિથી

ABOUT THE AUTHOR

...view details