- દેહરાદૂનમાં Heavy Rainને કારણે Landslideને થયું
- Landslideને પગલે પહાડ પરથી પથ્થરો પડતા બે લોકોના મોત
- પેટ અને માથાના ભાગમાં ઈજાઓ થઈ હતી
દેહરાદૂન (ઉત્તરાખંડ) :પિથૌરાગઢમાં શનિવારે Heavy Rainને કારણે થયેલા Landslideને પગલે પહાડ પરથી પથ્થરો પડતા બે લોકોના મોત થયા હતા.
ઉત્તરપ્રદેશના મજૂર દફેદાર સિંહ પર પત્થર પડ્યો
પિથૌરાગઢના એક અધિકારી આર. એસ. રૌતેલાએ જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશના મજૂર દફેદાર સિંહ (65) પર પત્થર પડ્યો હતો. જેના કારણે તેનું મોત થયુંં હતું. તેના પેટ અને માથામાં ઈજાઓ થઈ હતી.
આ પણ વાંચો : અરુણાચલ પ્રદેશમાં સતત વરસાદને કારણે ભૂસ્ખલન
ઘાટ બ્રિજ નજીક ટેકરી પરથી પથ્થર પડતા મોત થયું
અધિકારીએ જણાવ્યું કે, તે હોસ્પિટલમાં જતા માર્ગમાં જ મરી ગયો હતો. અન્ય એક ઘટનામાં ઘાટ બ્રિજ નજીક ટેકરી પરથી પથ્થર પડતા શાકભાજી વેપારી ખલીલ અહેમદ (55)નું મોત થયુંં હતું.
આ પણ વાંચો : 40 વર્ષ બાદ ફરી કપરાડાના ગિરનાર ગામે જમીન ધસી
અહેમદ પિથૌરાગઢ માટે શાકભાજી લોડ કરવા જઇ રહ્યો
સીઓએ જણાવ્યું કે, ઘટના સમયે તે તેની ટ્રક પાસે ઉભો હતો. અધિકારીએ જણાવ્યું કે, જ્યારે આ ઘટના બની ત્યારે અહેમદ પિથૌરાગઢ માટે શાકભાજી લોડ કરવા જઇ રહ્યો હતો.
આ પણ વાંચો : ઉત્તરાખંડમાં ભૂસ્ખલન થતાં ત્રણ લોકોનાં મોત
મૂશળધાર વરસાદના કારણે Landslide થવાથી મકાન ધરાશાયી થયુ હતું
2020માં જૂન મહિનાના અંતમાં જ ઋષિકેશ-ગંગોંત્રી હાઈવે પર હિંડોલાખાલ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. Heavy Rainના કારણે Landslide થવાથી એક મકાન ધરાશાયી થયુ હતું. આ ઘટનામાં કાટમાળ નીચે દબાઈ જવાથી ત્રણ લોકોનાં મૃત્યુ થયા હતા.
આ પણ વાંચો : રુદ્રપ્રયાગમાં ભૂસ્ખલનને કારણે અકસ્માત, 8 લોકોના મોત
સોનપ્રયાગ પાસેLandslide થવાથી અકસ્માત સર્જાયો હતો
2019માં કેદારનાથ હાઈવે પર સોનપ્રયાગ પાસે Landslide થવાથી અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં 8 લોકોના મોત થયા હતા. રુદ્રપ્રયાગમાં કાર અને બાઈક ઉંડી ખીણમાં પડી જવાની ઘટના બની હતી. આ ઘટના શનિવારે રાત્રિના સમયે બની હતી. રાત્રે અંધારૂં હોવાના કારણે લોકોનું રેસ્ક્યૂ થઇ શક્યું ન હતું. રવિવાર સવારે પાંચ લોકોના મૃતદેહ એનડીઆરએફ અને પોલીસે રેસ્ક્યૂ કર્યાં હતા.