- ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીની (Lakhimpur violence) ઘટનાના વિરોધમાં આજે (સોમવારે) મહારાષ્ટ્ર બંધ
- મહારાષ્ટ્રની સત્તાધારી પાર્ટી MVAએ લોકોને બંધનું સમર્થન કરવા કરી અપીલ
- મહારાષ્ટ્રમાં શિવસેના, રાકાંપા અને કોંગ્રેસે સંયુક્ત રીતે મહારાષ્ટ્રને બંધ કર્યું છે
મુંબઈઃ મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાવિકાસ આઘાડી (MVA) સરકારના ત્રણ ઘટકોને ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં થયેલી હિંસા વિરુદ્ધ આજે દેશવ્યાપી બંધનું આહ્વાન કર્યું છે. હિંસાના વિરોધમાં ગઠબંધનમાં સામેલ દળો જેવા કે, શિવસેના, રાકાંપા અને કોંગ્રેસે સંયુક્ત રીતે મહારાષ્ટ્રને બંધ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, પોલીસે લખીમપુર ખીરી ઘટનાના સંબંધમાં શનિવારે રાત્રે કેન્દ્રિય ગૃહ રાજ્યપ્રધાન અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો-લખીમપુર હિંસા : મુખ્ય આરોપી આશિષ મિશ્રાને આજે કોર્ટમાં હાજર કરાશે
નેતાઓએ ખેડૂતોની સાથે એકતા બતાવવાનો કર્યો આગ્રહ
મહારાષ્ટ્ર બંધ મામલે રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (રાકાંપા)ના પ્રવક્તા નવાબ મલિકે રવિવારે જણાવ્યું હતું કે, આજે અડધી રાતથી રાજ્યવ્યાપી બંધની શરૂઆત થઈ જશે. તેમણે જણાવ્યું હતું કે, શિવસેના, રાકાંપા અને કોંગ્રેસના પ્રવક્તા નાગરિકોને મળી રહ્યા છે અને તેમને બંધમાં સામેલ થવા તેમ જ ખેડૂતોની સાથે એકતા બતાવવાનો આગ્રહ કરી રહ્યા છે. મલિકે વધુમાં ઉમેર્યું હતું કે, ભાજપની આગેવાનીવાળી કેન્દ્ર સરકારે ત્રણ કાયદા બનાવીને કૃષિ વસ્તુઓની લૂંટની મંજૂરી આપી દીધી છે અને હવે તેમના પ્રધાનોના સંબંધીઓ પણ ખેડૂતોની હત્યા કરી રહ્યા છે. આપણે ખેડૂતો સાથે એકતા બતાવવી પડશે.
આ પણ વાંચો-લખીમપુર હિંસા મામલે દેશભરમાં કોંગ્રેસનું 'મૌન વ્રત' કાર્યક્રમ
કોંગ્રેસના નેતા રાજભવનની બહાર મૌન વ્રત કરશે
તો મહારાષ્ટ્રના પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ જણાવ્યું હતું કે, તેમની પાર્ટીના કાર્યકર્તા અને નેતા રાજભવનની બહાર વિરોધ પ્રદર્શન કરવા માટે 'મૌન વ્રત' કરશે. તો આ તરફ રાજ્યવ્યાપી બંધ દરમિયાન મુંબઈ પોલીસ મોટા ભાગના કર્મચારીઓને તહેનાત કરશે. કોઈ પણ અનિચ્છનીય ઘટનાથી બચવા માટે આજે (સોમવારે) રસ્તાઓ પર મુંબઈ પોલીસકર્મીઓની તહેનાતી વધારવામાં આવશે.