હૈદરાબાદ:ભારત વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશોમાંથી એક (India is one of largest democracies world) છે. દેશની વૈવિધ્યસભર ભૌગોલિક અને સાંસ્કૃતિક પ્રણાલીઓ આપણી ચૂંટણીઓને ખરેખર એક આધાર સ્તંભ બનાવે છે.
25 જાન્યુઆરી 2022ના રોજ 11મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવશે
આ વર્ષે દેશ 25 જાન્યુઆરી 2022ના રોજ 11મોરાષ્ટ્રીય મતદાતા દિવસ (National Voters Day 2022) ઉજવશે. રાષ્ટ્રીય મતદાતા દિવસ પણ ઉજવવામાં આવે છે, કારણ કે સમગ્ર દેશમાં મતદારોની સંખ્યામાં વધારો થાય છે, ખાસ કરીને યુવા મતદારો. તે ચૂંટણી પ્રક્રિયામાં અસરકારક ભાગીદારી વિશે મતદારોમાં જાગૃતિ ફેલાવવા માટે પણ ઉજવવામાં આવે છે.
રાષ્ટ્રીય મતદાતા દિવસનો ઈતિહાસ
25મી જાન્યુઆરી, ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા (ઈસીઆઈ) - ભારતના ચૂંટણી પંચનો સ્થાપના દિવસ છે. વર્ષ 1950માં દેશમાં ચૂંટણી પંચ અસ્તિત્વમાં આવ્યું હતું. પહેલો રાષ્ટ્રીય મતદાતા દિવસ 25મી જાન્યુઆરી, 2011ના રોજ ચૂંટણીપંચના સ્થાપના દિવસ તરીકે ઉજવાયો હતો. તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંઘના અધ્યક્ષસ્થાને યોજાયેલી કેન્દ્રિય મંત્રીમંડળની બેઠકમાં આ દિવસની ઉજવણી અંગે કાયદા મંત્રાલયની દરખાસ્તને મંજૂર કરવામાં આવી હતી.
તેની ઉજવણી કઈ રીતે થઈ રહી છે ?
દર વર્ષે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિના મુખ્ય મહેમાન પદે નેશનલ વોટર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2019માં દેશભરમાં છ લાખથી વધુ સ્થળો અને 10 લાખથી વધુ ચૂંટણી મતદાન કેન્દ્રોને આવરી લઈને ઉજવણી કરવામાં આવી હતી. નવા મતદાતાઓને મદદ પૂરી પાડવામાં આવી હતી અને તેમના ઈપીઆઈસી (ઈલેક્ટર ફોટો આઈડેન્ટીટી કાર્ડ) નેશનલ વોટર્સ ડેના સમારંભ સમયે તેમને આપવામાં આવ્યા હતા.
SVEEP
નાગરિકો અને મતદાતાઓને મતદાન પ્રક્રિયા વિશે સુશિક્ષિત કરવા વિવિધ રીતો અને માધ્યમો તૈયાર કરીને બહુવિધ દરમ્યાનગીરીનો કાર્યક્રમ - સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટિસિપેશન (એસવીઈઈપી) ઘડવામાં આવ્યો છે, જેથી મતદાનની પ્રક્રિયા અંગે તેમનામાં જાગરુકતા વધે અને તેમની ભાગીદારી વધે. એસવીઈઈપીની રચના રાજ્યની સામાજિક-આર્થિક, સાંસ્કૃતિક અને વસ્તીને લગતી બાબતોને તેમજ ચૂંટણીના અગાઉના તબક્કાઓમાં મતદારોની ભાગીદારી તેમજ તેમાંથી મળેલા અનુભવોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.
વર્ષ 2019માં દેશમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં મતદાતાઓનું મહત્ત્વ
• લોક સભાની ચૂંટણી અથવા તો ભારતીય સંસદના નીચલા ગૃહની સામાન્ય ચૂંટણી વિશ્વની સૌથી મોટી લોકશાહી પ્રક્રિયા તરીકે યોગ્ય રીતે જ ઓળખાય છે. મતદારોની વિરાટ સંખ્યા, પ્રક્રિયામાં રોકાયેલા અધિકારીઓની સંખ્યા, સ્થપાયેલાં મતદાન મથકોની સંખ્યા અને મતદાન માટે વપરાતા મટિરિયલની માત્રા - આ તમામ અતિ વિશાળ હોય છે.
• 2019ની લોક સભાની ચૂંટણીની પૂર્વ સંધ્યાએ 91 કરોડ મતદાતાઓ 32.87 લાખ ચોરસ કિલોમીટરમાં પથરાયેલા હતા. આ મતદારોમાં કેટલાક વિદેશમાં વસેલા મતદારો પણ સામેલ હતા, જેઓ દેશની ભૌગોલિક સરહદોથી બહાર હતા.
• દેશ કા મહા ત્યોહાર તરીકે ઓળખાતા ચૂંટણીની આ મહા યજ્ઞમાં 10 લાખથી વધુ મતદાન મથકોમાં ફેલાયેલા 91 કરોડ મતદાતાઓને આવરી લેવાયા હતા, જેઓ અંતરિયાળ ગ્રામીણ વિસ્તારો, પર્વતીય વિસ્તારો અને દુર્ગમ વિસ્તારો પણ સામેલ હતા. આશરે 120 લાખ ચૂંટણી અધિકારીઓને ચૂંટણીની પ્રક્રિયાના વ્યવસ્થાપનમાં રોકવામાં આવ્યા હતા.