- આ ઈલેક્ટ્રિક મોડેલ્સ હ્યુન્ડાઇ મોટર ગ્રુપના EV પ્લેટફોર્મ પર બનાવવામાં આવી
- KIA કોર્પોરેશને 2026 સુધીમાં સાત ઓલ ઇલેક્ટ્રિક મોડેલો લોંચ કરવાની યોજના બનાવી
- EV-6એ EV લાઇનઅપનું પ્રથમ મોડેલ છે.
આ પણ વાંચોઃહુઆએ આ વર્ષના અંત સુધીમાં ઈલેક્ટ્રિક કાર બનાવવાની તૈયારીમાં
સોલ:દક્ષિણ કોરિયાની બીજી સૌથી મોટી કાર બનાવતી KIA કોર્પોરેશને હ્યુંડાઇ મોટર ગ્રુપના EV-6 પ્લેટફોર્મ પર તેની પ્રથમ ઇલેક્ટ્રિક કાર EV6ની ડિઝાઇન જાહેર કરી છે. તેને આ મહિનાના અંત સુધીમાં લોન્ચ કરવામાં આવશે. KIA કોર્પોરેશનના અધિકારી તરફથી જણાવવામાં આવ્યું હતું કે આ તેમના ઈલેક્ટ્રિક- ગ્લોબલ મોડ્યૂલર પ્લેટફોર્મ (ઈ-જીએમપી) પર આધારીત છે. જેમાં ઈલેક્ટ્રિફિકેશન તરફ ધ્યાન આપવમાં આવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે આવનારા સમયમાં તેનું વિસ્તરણ અન્ય મોડેલોમાં પણ કરવામાં આવશે.