ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Kerala HC allows online marriage : Omicron ના કારણે લગ્નમાં આવેલું વિઘ્ન હાઈકોર્ટે દૂર કરી આપ્યું - કેરળ એચસીએ ઓનલાઈન લગ્નની મંજૂરી આપી

ઓમિક્રોનના કારણે કેરળમાં લગ્ન ન થઈ શકતાં ફસાયેલાં એક કપલને કેરળ હાઈકોર્ટે મોટી રાહત (Kerala HC removes omicon Hurdle of lawyer couple) આપી છે. વાત એમ છે કે દુલ્હો વિદેશમાં ભણે છે અને લગ્ન માટે ભારત આવવાનો હતો. પરંતુ ઓમિક્રોનના પ્રતિબંધને (COVID-19 variant Omicron) કારણે આવી શક્યો નહીં. તેણે હાઈકોર્ટમાં અરજી કરી તો તેમના ઓનલાઈન લગ્નને (Kerala HC allows online marriage) મંજૂરી આપવામાં આવી છે.

Kerala HC allows online marriage : Omicron ના કારણે લગ્નમાં આવેલું વિઘ્ન હાઈકોર્ટે દૂર કરી આપ્યું
Kerala HC allows online marriage : Omicron ના કારણે લગ્નમાં આવેલું વિઘ્ન હાઈકોર્ટે દૂર કરી આપ્યું

By

Published : Dec 23, 2021, 6:16 PM IST

કોચી: કોરોના વાયરસ (COVID-19 વેરિઅન્ટ Omicron) નું ઓમિક્રોન વેરિઅન્ટ (COVID-19 variant Omicron)આ દિવસોમાં વિશ્વમાં સૌથી મોટી સમસ્યા છે. વિશ્વના 80થી વધુ દેશોમાં ફેલાયેલા આ પ્રકારને કારણે ઘણા દેશોમાં પ્રતિબંધો પણ લાદવામાં આવ્યા છે. ઓમિક્રોન પ્રતિબંધોને કારણે કેરળના વકીલ યુગલના લગ્નમાં (Kerala HC removes omicon Hurdle of lawyer couple) અવરોધ ઉભો થયો હતો. જે પછી કેરળ હાઈકોર્ટે ઓનલાઈન લગ્નને (Kerala HC allows online marriage) મંજૂરી આપી છે.

ઓમિક્રોન લગ્નમાં અડચણ બન્યો

કેરળની 25 વર્ષીય રિન્ટુ થોમસના લગ્ન 23 ડિસેમ્બરે અનંતા કૃષ્ણન હરિકુમારન નાયર સાથે થવાના હતા. બંને વ્યવસાયે વકીલ છે અને અનંત કૃષ્ણન ઉચ્ચ શિક્ષણ માટે યુકેમાં છે. અનંતેે 22 ડિસેમ્બરે લગ્નમાં આવવા ટિકિટ પણ કરી લીધી હતી. પરંતુ તે પહેલા જ દુનિયાભરમાં ઓમિક્રોનના કેસ વધવા (COVID-19 variant Omicron) લાગ્યા હતાં. બ્રિટનમાં પણ ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યા છે. જેને જોતા ત્યાં ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. જેના કારણે અનંત કૃષ્ણન પોતાના લગ્ન માટે ભારત આવી શક્યા ન હતાં. આ રીતે કેરળના આ વકીલ દંપતીના લગ્નમાં ઓમિક્રોન અડચણરૂપ બની ગયો હતો.

આ પણ વાંચોઃ કેરળ હાઈકોર્ટે રસીકરણ સર્ટિફિકેટમાંથી PMનો ફોટો હટાવવાની અરજી ફગાવી, અરજદારને કર્યો 1 લાખનો દંડ

કેસ કોર્ટમાં પહોંચ્યો

આવી સ્થિતિમાં રિન્ટુ થોમસે કેરળ હાઈકોર્ટનો સંપર્ક કર્યો, ત્યારબાદ કોર્ટે કેરળ સરકાર અને મેરેજ ઓફિસરને રિન્ટુ થોમસ અને અનંત કૃષ્ણનના ઓનલાઈન લગ્ન કરાવવાનો નિર્દેશ (Kerala HC removes omicon Hurdle of lawyer couple) આપ્યો છે.

થોમસની અરજી અનુસાર તેણે લગ્નના 30 દિવસ પહેલા સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ નોટિસ પણ આપી હતી. દંપતિને રાહત આપતા ન્યાયમૂર્તિ એન. નાગરેશે કહ્યું, "જો કોઈ વ્યક્તિ રોગચાળા દરમિયાન લગ્ન અધિકારી સમક્ષ લગ્ન માટે હાજર ન રહી શકે, તો હાઈકોર્ટ લગ્ન માટે ઓનલાઈન (Kerala HC allows online marriage) ધાર્મિક વિધિઓને મંજૂરી આપે છે." કોર્ટે કહ્યું કે અરજદાર, અન્ય પક્ષકારોને રાહત ન આપવાનું કોઈ કારણ નથી.

આ પણ વાંચોઃ ઓનલાઈન રમી એક સ્કિલ ગેમ છે,તેના પર પ્રતિબંધ ગેરબંધારણીય : કેરળ હાઈકોર્ટે

કોર્ટનો હુકમ

કોર્ટે લગ્ન અધિકારીને લગ્ન સમારોહ ઓનલાઈન (Kerala HC allows online marriage) કરવા અથવા લગ્નની નોંધણી કરવાનો નિર્દેશ આપ્યો હતો. એવું કહેવામાં આવ્યું છે કે લગ્ન અધિકારીઓ લગ્નની તારીખ અને સમય નક્કી કરશે અને તેમને આ વિશે અગાઉથી જાણ કરવામાં આવશે. આ ઉપરાંત કોર્ટે લગ્નની (Kerala HC removes omicon Hurdle of lawyer couple) નોંધણીને ધ્યાનમાં રાખીને નિર્દેશ આપ્યો કે સાક્ષીઓ શારીરિક રીતે અધિકારી સમક્ષ હાજર થાય અને ઓનલાઈન જોડાયેલા લોકોની ઓળખ કરે.

ABOUT THE AUTHOR

...view details