ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલદેવનો આજે 62મો જન્મદિવસ - કપિલ દેવનો જન્મદિવસ

ભારતીય ટીમનાં પૂર્વ કેપ્ટન અને મહાન ઓલરાઉન્ડર કપિલદેવ આજે પોતાનો 62મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. સન્ 1959માં આજનાં જ દીવસે પંજાબમાં તેમનો જન્મ થયો હતો. કપિલદેવની આગેવાની હેઠળ ભારતે પ્રથમવાર વર્લ્ડકપ જીતીને નાયાબ ઈતિહાસ રચ્યો હતો. વર્લ્ડકપ જીતાડવાથી લઈને દુનિયાભરમાં ટીમ ઈન્ડિયાનો પરચમ લહેરાવવામાં તેમનું બહુ મોટું યોગદાન છે.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલદેવનો આજે 62મો જન્મદિવસ
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલદેવનો આજે 62મો જન્મદિવસ

By

Published : Jan 6, 2021, 2:20 PM IST

  • આજે ભારતીય ટીમનાં પૂર્વ કેપ્ટન કપિલદેવનો જન્મદિવસ
  • 62 વર્ષના થયા ઓલરાઉન્ડર

હૈદરાબાદ: પોતાની કેપ્ટનશીપથી લઈને બોલ અને બેટથી દમદાર પ્રદર્શન કરવા સુધી કપિલદેવે દરેક મોરચા પર સફળતા મેળવી છે. આજે પણ તેમનું નામ ફક્ત ભારતમાં જ નહીં પણ વિશ્વના સર્વક્ષેષ્ઠ ઓલરાઉન્ડરમાં કરવામાં આવે છે. કપિલની આગ ફેંકતી બોલ સામે મોટા મોટા બેસ્ટમેન અને તેમની પાવરફૂલ હિટીંગ સામે સારામાં સારા બોલરનો પરસેવો છૂટી જતો હતો. પણ એક સફળ ખેલાડી બનવાની સફર તેમણે ઘણી મુશ્કેલીનો સામનો કરતા કરી.

કપિલદેવનું જીવન ખરેખર ઉતારચડાવ ભરેલું રહ્યું છે.ભારત-પાકિસ્તાનના ભાગલા દરમ્યાન તેમના માતા-પિતા રાવલપીંડીથી પંજાબ આવી ગયા હતા. તેમના પિતા રામલાલ નિખંજ લાકડાનાં દલાલ હતા. શરૂઆતથી જ કપિલને ક્રિકેટ પ્રતિ પ્રેમ હતો અને પોતાનાં જુનૂનને લીધે તેઓ દેશના મહાન ક્રિકેટર તરીકે દુનિયાની સામે આવ્યાં. 1975માં હરીયાણા તરફથી તેમને રણજી ટ્રોફી રમવાનો મોકો મળ્યો જેની પ્રથમ મેચમાં જ તેમણે 6 વિકેટ લીધી. સાથે જ આ સિઝનમાં 30 મેચોમાં 121 વિકેટો તેમણે પોતાના નામે કરી. રણજીમાં આવા ધમાકેદાર પ્રદર્શન બાદ તેમને દુલીપ ટ્રોફી, ઈરાની ટ્રોફી અને પછી વેલ્સ ટ્રોફીમાં પણ રમવાનો મોકો મળ્યો.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલદેવનો આજે 62મો જન્મદિવસ

કપિલદેવની કારર્કીદીનાં મહાન રેકોર્ડ્સ

ઘરેલું ક્રિકેટમાં પોતાની બોલિંગની છાપ છોડ્યા બાદ તેમણે 16 ઓક્ટોબર 1978માં પાકિસ્તાન સામે ફૈઝલાબાદમાં ટેસ્ટ ડેબ્યુ કરવાની તક મળી. તેના પછી તેમણે કદી પાછુ વળીને જોયું નથી. પોતાની 16 વર્ષની કરીયરમાં પૂર્વ ભારતીય કેપ્ટને એકથી એક ચડીયાતા રેકોર્ડ બનાવ્યા છે.1983માં દેશને પ્રથમવાર વિશ્વ ચેમ્પિયન બનાવીને કપિલે પૂરી દુનિયાને દેખાડી દીધું કે ભારતીય ટીમને ઓછી આંકે. ભારતે વેસ્ટ ઈન્ડીઝ જેવી શાનદાર ટીમને હરાવીને વર્લ્ડકપ જીત્યો હતો.

આ જ ટુર્નામેન્ટ દરમ્યાન કપિલે એક એવી ઈનિંગ રમી હતી, જેનું ઉદાહરણ આજે પણ અપાય છે. ઝિંબાબ્વે સામે તેમણે 175 રનની ઈનિંગ એવી હાલતમા રમી હતી, જ્યારે ટીમનો સ્કોર 17/5 હતો. મેચમાં કપિલ દેવે 138 બોલમાં 175 રન બાવ્યા હતા.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલદેવનો આજે 62મો જન્મદિવસ

કપિલે ભારત માટે 131 ટેસ્ટ અને 225 વન ડે રમ્યાં હતાં. આ દરમ્યાન 131 મેચોમાં તેમણે 5248 રન બનાવવાની સાથે 434 ખેલાડીઓને પેવેલીયનનો રસ્તો દેખાડ્યો. જ્યારે 225 વન ડે મેચોમાં 3783 રન કરવાની સાથે તેમણે 253 વિકેટ પોતાનાં નામે કરી.

ABOUT THE AUTHOR

...view details