નવી દિલ્હી: ઉત્તર-પૂર્વ દિલ્હીના (Delhi Violence) મૌજપુર વિસ્તારમાં એક પોલીસકર્મી પર રિવોલ્વર તાકી કરનાર શાહરૂખ પઠાણ (Shahrukh Pathan Delhi Violence ) સહિત પાંચ આરોપીઓ વિરુદ્ધ શનિવારે કર્કડૂમા કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન રિવોલ્વરની તસવીર લેનારા પત્રકાર સૌરભ ત્રિવેદીએ તેમનું નિવેદન નોંધ્યું હતું. શનિવારે સૌરભ ત્રિવેદીની ઉલટતપાસ થઈ શકી ન હતી, કારણ કે તેમને કોઈ કામ માટે જવાનું હતું. એડિશનલ સેશન્સ જજ અમિતાભ રાવતે સૌરભ ત્રિવેદીને (journalist saurabh trivedi) 8મી ઓગસ્ટે ઊલટતપાસ માટે હાજર થવાનો આદેશ આપ્યો હતો.
દિલ્હી હિંસાઃ શાહરૂખ પઠાણનો ફોટો લેનાર પત્રકારે નોંધ્યું નિવેદન, પોલિસ પર ટાંકી હતી રિવોલ્વર - delhi violence 2020
દિલ્હી હિંસા (Delhi Violence) દરમિયાન પોલીસકર્મી પર રિવોલ્વર તાકીને શાહરૂખ પઠાણની (Shahrukh Pathan Delhi Violence) તસવીર લેનાર પત્રકારે પોતાનું નિવેદન નોંધ્યું છે. પત્રકાર સૌરભ ત્રિવેદીને પણ 8મી ઓગસ્ટે ઊલટતપાસ માટે હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે.
કોર્ટે આરોપો ઘડ્યા:સૌરભ ત્રિવેદીએ 7 મેના રોજ પણ પોતાનું નિવેદન નોંધ્યું હતું. 24 ડિસેમ્બર 2021ના રોજ કોર્ટે આરોપીઓ સામે આરોપો ઘડ્યા હતા. કોર્ટે હત્યાનો પ્રયાસ, રમખાણો અને ગેરકાયદે ટોળાનો ભાગ બનવાની કલમો હેઠળ આરોપો ઘડ્યા હતા. શાહરૂખ પઠાણ ઉપરાંત જે આરોપીઓ સામે કોર્ટે આરોપો ઘડ્યા છે તેમાં સલમાન, ગુલફામ, અતિર અને ઓસામાનો સમાવેશ થાય છે. સુનાવણી દરમિયાન તમામ આરોપીઓએ પોતાની નિર્દોષતા જણાવતા ટ્રાયલનો સામનો કરવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો:પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ ધારાસભ્યની કારમાંથી મળી જંગી રોકડ, 3 ધારાસભ્યોની ધરપકડ
શાહરૂખની ઉત્તર પ્રદેશના શામલીમાંથી 3 માર્ચ 2020ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસને તેની રિવોલ્વર તેના ઘરેથી જ મળી આવી હતી. પોલીસે તેના ઘરમાંથી ત્રણ કારતૂસ પણ મળી આવ્યા હતા. દિલ્હી પોલીસે શાહરૂખનો મોબાઈલ ફોન પણ રિકવર કર્યો છે. દિલ્હી હિંસા દરમિયાન શાહરૂખનો હેડ કોન્સ્ટેબલ દીપક દહિયા પર રિવોલ્વર બતાવતો ફોટો પણ ખૂબ વાયરલ થયો હતો. ફેબ્રુઆરી 2020માં થયેલી હિંસામાં (delhi violence 2020) ઓછામાં ઓછા 53 લોકો માર્યા ગયા હતા અને લગભગ 200 લોકો ઘાયલ થયા હતા.