- છ મુખ્ય પ્રવાહની પાર્ટીઓ દ્વારા PAGDની રચના કરવામાં આવી
- PAGD નેતાઓ વડાપ્રધાનના આમંત્રણ અંગે ચર્ચા કરવા બેઠક કરશે
- સર્વપક્ષીય બેઠકને લઈને સોમવારે સતત બીજા દિવસે તીવ્ર રાજકીય ચર્ચાઓ કરી
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરેન્સ અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) સહિત તમામ મુખ્ય પ્રવાહના પ્રાદેશિક પક્ષોએ સોમવારે 24 જૂને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને યોજાનારી સર્વપક્ષીય બેઠકને લઈને સોમવારે સતત બીજા દિવસે તીવ્ર રાજકીય ચર્ચાઓ ( jammu kashmir political parties )કરી હતી. ત્યારે મંગળવારે ગુપકાર જન મેનિફેસ્ટો એલાયન્સ (PAGD)ની બેઠક બોલાવવામાં આવી છે.
પ્રમુખ મહેબૂબા મુફ્તીને બેઠક અંગેનો અંતિમ નિર્ણય લેવાનો અધિકાર આપ્યો
જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ થયા બાદ છ મુખ્ય પ્રવાહની પાર્ટીઓ દ્વારા PAGDની રચના કરવામાં આવી હતી. PAGD નેતાઓ વડાપ્રધાનના આમંત્રણ અંગે ચર્ચા કરવા મંગળવારે NC પ્રમુખ ફારુક અબ્દુલ્લાના નિવાસ સ્થાને બેઠક કરશે. જ્યાં PDPએ તેના પ્રમુખ મહેબૂબા મુફ્તીને બેઠકમાં ભાગ લેવા અંગેનો અંતિમ નિર્ણય લેવાનો અધિકાર આપ્યો છે. બેઠક પછી જોડાણ અને સંયુક્ત વ્યૂહરચના સાથે બહાર આવી શકે છે.
નેકાંએ આપ્યું બયાન
NCના નિવેદન દરમિયાન નેશનલ કોન્ફરન્સ (નેકાં)એ સોમવારે કહ્યું કે તે સારું છે કે કેન્દ્રને સમજાયું છે કે મુખ્ય પ્રવાહના પ્રાદેશિક પક્ષો વિના કેન્દ્રશાસિત પ્રદેશોમાં વસ્તુઓ કાર્ય કરશે નહીં.