ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લાલુપ્રસાદના જેલ મેન્યુઅલના ઉલ્લંઘન મામલે ઝારખંડ હાઈકોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો - Chara Scam

ઝારખંડ હાઈકોર્ટમાં લાલુપ્રસાદની જેલ મેન્યુઅલ ઉલ્લંઘનને લઈને સુનાવણી કરવામાં આવી હતી. લાલુપ્રસાદ પર આરોપ છે કે, તેઓ સતત જેલ મેન્યુઅલનું ઉલ્લંઘન કરતા રહે છે. જે અંગે ઝારખંડ હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે જવાબ માગ્યો છે.

લાલુપ્રસાદના જેલ મેન્યુઅલના ઉલ્લંઘન મામલે ઝારખંડ હાઈકોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો
લાલુપ્રસાદના જેલ મેન્યુઅલના ઉલ્લંઘન મામલે ઝારખંડ હાઈકોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો

By

Published : Nov 25, 2020, 3:56 PM IST

  • લાલુપ્રસાદ વારંવાર કરે છે જેલ મેન્યુઅલનું ઉલ્લંઘન
  • ઝારખંડ હાઈકોર્ટમાં લાલુ પ્રસાદ યાદવને લઈને સુનાવણી
  • ઝારખંડ હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે આ અંગે જવાબ માગ્યો

રાંચીઃ જેલ મેન્યુઅલના ઉલ્લંઘનને લઈને બિહારના પૂર્વ મુખ્યપ્રધાન અને ઘાસચારા કૌભાંડમાં સજા ભોગવી રહેલા લાલુપ્રસાદ યાદવ ખૂબ ચર્ચામાં રહે છે. મીડિયામાં સતત એ સમાચાર આવી રહગ્યા છે કે, લાલુ પ્રસાદ જેલ મેન્યુઅલનું ઉલ્લંઘન કરતા રહે છે. જે અંગે ઝારખંડ હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે જવાબ માગ્યો છે.

લાલુપ્રસાદના જેલ મેન્યુઅલના ઉલ્લંઘન મામલે ઝારખંડ હાઈકોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો

લાલુપ્રસાદના સ્વાસ્થ્યને લઈ મગાવાયેલી જાણકારી પર 27મીએ સુનાવણી

લાલુપ્રસાદના જેલ મેન્યુઅલના ઉલ્લંઘન અને તેમના સ્વાસ્થ્યને લઈને માગવામાં આવેલી જાણકારી પર હાઈકોર્ટમાં 27 નવેમ્બરે સુનાવણી થશે. કોર્ટે જેલ આઈજી બિરસા મુંડા કેન્દ્રિય જેલના અધિક્ષક પાસે વિસ્તૃત રિપોર્ટ પણ માગ્યો હતો, જેમાં એ કહેવામાં આવ્યું હતું કે, લાલુપ્રસાદને મળનારાઓની યાદી કોર્ટમાં રજૂ કરવામાં આવે અને રિમ્સમાં સારવાર કરી રહેલા ડોક્ટર અને અધિકારીઓને પણ કહેવામાં આવ્યું છે કે, હમણાં લાલુપ્રસાદની તબિયત કેવી છે? અને ક્યાં સુધી સારવાર ચાલશે? લાલુપ્રસાદ આડેધડ જેલ મેન્યુઅલનું ઉલ્લંઘન કરતા સ્થાનિક સમાચારોના આધારે ઝારખંડ હાઈકોર્ટે પીઆઈએલ દાખલ કરી છે. જોકે હાલમાં આ પીઆઈએલ પર સુનાવણી ન થઈ શકી.

ABOUT THE AUTHOR

...view details