ગુજરાત

gujarat

ETV Bharat / bharat

JEE Main Exam Date 2021 : જેઈઈ મેઈન પરીક્ષાઓની તારીખ જાહેર, શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયાલે કરી જાહેરાત

JEE Main પરીક્ષાની તારીખોને લઈને વિદ્યાર્થીઓની પ્રતિક્ષા દૂર થઈ છે. શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયાલ નિશાંકે JEE Main પરીક્ષાના ત્રીજા અને ચોથા તબક્કાની તારીખ જાહેર કરી છે. કેન્દ્રીય પ્રધાને જણાવ્યું હતું કે, ત્રીજા તબક્કાની પરીક્ષા જુલાઈ મહિનામાં 20 થી 25 દરમિયાન લેવામાં આવશે. આ ઉપરાતં, ચોથા તબક્કાની પરીક્ષા 27 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન લેવામાં આવશે.

JEE Main Exam Date 2021
JEE Main Exam Date 2021

By

Published : Jul 6, 2021, 8:22 PM IST

  • રમેશ પોખરીયાલે JEE Main પરીક્ષાઓની તારીખ અંગે જાહેરાત
  • 3જા તબક્કાની પરીક્ષાઓ 20 જુલાઈથી 25 જુલાઇ દરમિયાન લેવાશે
  • 4થા તબક્કાની પરીક્ષાઓ 27 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન લેવાશે

નવી દિલ્હી : કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયાલ નિશાંકે આજે મંગળવારે JEE મુખ્ય પરીક્ષાઓની તારીખ અંગે જાહેરાત કરી છે. જેમાં, જણાવવામાં આવ્યું હતું કે, JEE મેઈન 3જા તબક્કાની પરીક્ષાઓ 20 જુલાઈથી 25 જુલાઇ દરમિયાન લેવામાં આવશે. આ ઉપરાંત, 4થા તબક્કાની પરીક્ષાઓ 27 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન લેવામાં આવશે.

આ પણ વાંચો:Exam Receipt Upload, ધો.12 રીપીટર વિદ્યાર્થીઓને શાળામાંથી આ તારીખે મળશે...

3જા અને 4થા તબક્કાની અરજી તારીખની કરાઈ જાહેરાત

વિદ્યાર્થીઓ માટે મોટી રાહતની ઘોષણા કરતાં કેન્દ્રીય શિક્ષણપ્રધાને પરીક્ષાઓ માટે અરજીનો સમય પણ વધાર્યો છે. 3જા તબક્કા માટે, વિદ્યાર્થીઓ 6 જુલાઈથી 8 જુલાઈ રાત્રે 11:50 વાગ્યા સુધી અરજી કરી શકે છે. જ્યારે, 4થા તબક્કા માટે 9 જુલાઈથી 12 જુલાઈ વચ્ચે અરજીઓ થઈ શકશે. અરજીને ફરીથા શરું કરવાથી તે વિદ્યાર્થીઓ મદદ થશે કે જેઓ આ અન્ય કારણોસર આ પરીક્ષાઓ માટે અગાઉ અરજી કરી શક્યા ન હતા.

આ પણ વાંચો:ગુજરાત યુનિવર્સિટી ( Gujarat University)માં LLMના વિદ્યાર્થીઓની હોલ ટિકિટ (Hall Ticket)માં નામ અને ફોટો અલગ-અલગ વિદ્યાર્થીના

પરીક્ષા દરમિયાન કોરોના ગઇડલાઇનનું રાખવામાં આવશે ધ્યાન

શિક્ષણ પ્રધાન નિશાંકે કહ્યું છે કે, ગત વર્ષની તુલનામાં આ વખતે પરીક્ષા કેન્દ્રોની સંખ્યા બમણી કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે, જેથી કોરોના નિયમો આરામથી અનુસરી શકાય. શિક્ષણપ્રાધાને વિદ્યાર્થીઓને અને રાજ્યોના અધિકારીઓને પણ કોરોના મહામારીને રોકવા સંબંધિત તમામ નિયમોને અનુસરીને પરીક્ષાઓ યોજવા તાકીદ કરી છે.

ABOUT THE AUTHOR

...view details