દોહા:ફિફા વર્લ્ડ કપ 2022ની (FIFA World Cup 2022) પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં (FIFA World Cup 2022 Pre-Quarter Finals) આજે જાપાનનો પડકાર છેલ્લી રનર-અપ ક્રોએશિયા સામે હતો, જેમાં પૂર્ણ સમય સુધી બંને ટીમો વચ્ચેનો સ્કોર 1-1થી બરાબર રહ્યો હતો. એટલા માટે આ મેચને વધારાનો સમય આપવામાં આવ્યો હતો. આ પછી પણ બંને ટીમો ગોલ કરી શકી ન હતી. ત્યાર બાદ મેચનો નિર્ણય પેનલ્ટી શૂટઆઉટથી થયો હતો, જેમાં ક્રોએશિયાનો વિજય થયો હતો.
ક્રોએશિયા માટે પેરીસિક સ્કોર:ક્રોએશિયા માટે ઇવાન પેરીસિકે જાપાન સામેની મેચની 55મી મિનિટે પ્રથમ ગોલ કર્યો હતો. તેણે હેડર દ્વારા શાનદાર ગોલ કર્યો હતો. પેરીસિકના ગોલથી જાપાન અને ક્રોએશિયા 1-1ની બરાબરી પર આવી ગયા છે.
હાફ ટાઈમમાં જાપાન 1-0થી આગળ: ગયા સમયના રનર્સ અપ ક્રોએશિયા સામે જાપાન હાફ ટાઈમમાં 1-0થી આગળ. મેડાએ જાપાનનો પ્રથમ ગોલ કર્યો. હાફ ટાઈમ પહેલા 43મી મિનિટે જાપાનના ડાઈઝેન મેડાએ ગોલ કરીને પોતાની ટીમને ક્રોએશિયા પર 1-0ની સરસાઈ અપાવી હતી.