બારામુલ્લા : બારામુલ્લામાં નમાઝ અદા કરી રહેલા એક નિવૃત્ત પોલીસ અધિકારીની આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. માર્યા ગયેલા પૂર્વ પોલીસ અધિકારીની ઓળખ મોહમ્મદ શફી તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે, આતંકવાદીઓએ નિવૃત્ત પોલીસ અધિકારી પર ગોળીબાર કર્યો જ્યારે તે મસ્જિદમાં નમાજ અદા કરી રહ્યા હતા.
નમાઝ યદા સમયે ગોળીબાર કર્યો : અધિકારીઓએ જણાવ્યું કે, ઘટના બાદ તરત જ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. કાશ્મીર ઝોન પોલીસે પોસ્ટ કર્યું કે આતંકવાદીઓએ નિવૃત્ત પોલીસ અધિકારી મોહમ્મદ શફી પર શેરી બારામુલ્લાના ગંતમુલ્લામાં ગોળીબાર કર્યો જ્યારે તે મસ્જિદમાં અઝાન આપી રહ્યો હતો, તે ઘાયલ થઇ ગયો હતો. વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
ઓપરેશન ચાલું છે : આ દરમિયાન, પૂંચ જિલ્લાના બાફલિયાઝ વિસ્તારમાં વધારાના સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા છે. કારણ કે ગુરુવારે ઓચિંતા હુમલામાં સૈનિકો માર્યા ગયા બાદ રાજૌરી સેક્ટરના ડેરા કી ગલીના જંગલ વિસ્તારમાં આતંકવાદીઓને પકડવા માટે ઓપરેશન ચાલી રહ્યું છે. ભારતીય સેનાએ શનિવારે કહ્યું કે તે 21 ડિસેમ્બરે પૂંચ-રાજૌરી સેક્ટરમાં થયેલા આતંકવાદી હુમલામાં ત્રણ નાગરિકોના મોતની તપાસ કરી રહી છે.
અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી : ભારતીય સેનાએ ટ્વિટર પરથી પોસ્ટ કર્યું કે, આ વિસ્તારમાં ત્રણ નાગરિકોના મોત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. કેસની તપાસ ચાલી રહી છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય સેના તપાસના સંચાલનમાં સંપૂર્ણ સમર્થન અને સહયોગ આપવા માટે પ્રતિબદ્ધ છે.
- Ship Drone Attack: હિંદ મહાસાગરમાં કેમિકલ ભરેલા કાર્ગો જહાંજ પર કથિત ડ્રોન હુમલો, ભારતીય કોસ્ટ ગાર્ડ આવ્યું મદદે
- JNU Delhi: JNUમાં યુનિ. તંત્ર વિરૂધ્ધ વિદ્યાર્થીઓએ યોજી મશાલ રેલી, કહ્યું હજી મોટા પ્રદર્શન માટે તૈયાર રહેજો...