ગુજરાત

gujarat

ETV Bharat / bharat

DG CRPF Visits Kashmir:સીઆરપીએફ ડીજીએ કાશ્મીરની મુલાકાત લીધી

સીઆરપીએફ ડીજી ડૉ. સુજય લાલ થાઓસિન અત્યારે કાશ્મીર પ્રવાસે છે. તેમણે લીથપુરા(શ્રીનગર) અને ત્રાલ વિસ્તારમાં સીઆરપીએફ ગતિવિધિઓ અને તૈયારીઓની સમીક્ષા કરી હતી. વાંચો સીઆરપીએફ ડીજીના કાશ્મીર પ્રવાસે વિગતવાર

સીઆરપીએફ ડીજી કાશ્મીર મુલાકાતે
સીઆરપીએફ ડીજી કાશ્મીર મુલાકાતે

By ETV Bharat Gujarati Team

Published : Sep 29, 2023, 3:32 PM IST

પુલવામાઃ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના ડીજી ડૉ. સુજય લાલે શ્રીનગર, ત્રાલ અને પુલવામા ખાતે 180મી બટાલિયન હેડક્વાર્ટરની મુલાકાત લીધી. તેમણે આ મુલાકાત દરમિયાન સીઆરપીએફ જવાનોની ગતિવિધિઓ અને તૈયારીઓની સમીક્ષા કરી. તેમણે જવાનો સાથે વાતચીત કરી તેમનો ઉત્સાહ પણ વધાર્યો હતો.

દિગ્ગજ ઓફિસર્સની ઉપસ્થિતિઃ ડીજી ડૉ. સુજય લાલ સાથે જમ્મુ-કાશ્મીર ઝોન સીઆરપીએફના એડીજી નલિન પ્રભાત, મહા નિરીક્ષક જ્ઞાનેન્દ્રકુમાર વર્મા, કાશ્મીર ઓપરેશન સેક્ટર સીઆરપીએફ અજય યાદવ તેમજ શ્રીનગર સીઆરપીએફ આઈજી પણ જોડાયા હતા.

સીઆરપીએફ કામગીરીની પ્રશંસા કરીઃ આ સમગ્ર પ્રવાસ આરટીસી લીથપુરાથી શરૂ થયો હતો. જ્યાં ડૉ. થાઓસિને દરેક સુવિધાનું નિરીક્ષણ કર્યુ હતું. તેમણે સીઆરપીએફ જવાનો સાથે વાતચીત કરી હતી. તેમણે ટ્રેનિંગ અને ટ્રાન્સપોર્ટેશન તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે સીઆરપીએફ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી બદલ કર્મચારીઓ, જવાનો અને અધિકારીઓની પ્રશંસા કરી હતી.

ગાર્ડ ઓફ ઓનરઃ 180 બટાલીયન હેડ ક્વાર્ટર ખાતે ડૉ. સુજય લાલ થાઓસિનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં તેમણે ગાર્ડ ઓફ ઓનર પણ અપાયું હતું. તેમણે પોતાના વક્તવ્યમાં સીઆરપીએફ જ નહીં પરંતુ દેશની દરેક સેનાના જવાનો દેશની સુરક્ષા માટે જે સમર્પણ, સાહસ અને બહાદુરી દાખવે છે તેની પ્રશંસા કરી હતી. તેમજ દેશ પર પોતાના જીવનું બલિદાન આપી શહીદ થતા જવાનનોને મહાન ગણાવ્યા હતા. તેમણે 180 બટાલિયન હેડ ક્વાર્ટર ખાતે શહીદ મુકેશ લાલ મીણા બેરેકનું ઉદ્દઘાટન કર્યુ હતું. આ બેરેક સીઆરપીએફ જવાનોની સુવિધામાં વધારો કરશે. તેમજ આ બેરેકની માંગણી વર્ષોથી 180મી બટાલિયન હેડક્વાર્ટર દ્વારા કરવામાં આવી હતી. આ બેરેક સીઆરપીએફ જવાનોને જરૂરી એવી દરેક સુવિધાથી સજ્જ છે.

  1. Terrorist Operations In Kashmir: કાશ્મીર ખીણમાં 71 વિદેશી આતંકવાદીઓ સક્રિય, 100 કોબ્રા કમાન્ડો તૈનાત
  2. Jammu Kashmir News: કોકરનાગમાં ભારતીય જવાનો અને આતંકવાદીઓ વચ્ચે થયો ભારે ગોળીબાર, એક આતંકી ઠાર

ABOUT THE AUTHOR

...view details