મુંબઈ:જૈન સમુદાય મૂળભૂત રીતે ખૂબ જ શાંતિપ્રિય સમુદાય તરીકે ઓળખાય છે, જૈનસમાજનું સમ્મેત શિખર જૈનો માટે મહત્વનું તીર્થસ્થાન ગણાય છે. પરંતુ ઝારખંડ સરકારે લીધેલા નિર્ણયથી તેમની ભાવનાઓને ઠેસ પહોંચી છે. ઝારખંડ સરકારે સમ્મેદ શિખરને પર્યટક સ્થાન (Jain Community Protest Against Jharkhand ) જાહેર કરતાં ઠેર ઠેર જૈન સંગઠનો આક્રમક મુડમાં જોવા મળી રહ્યા છે. ત્યારે મુંબઈમાં જૈનોએ પદયાત્રાનું આયોજન (jain community protest in mumbai) કર્યું હતું.
મુંબઈમાં પદયાત્રા:મુંબઈના મેટ્રો સિનેમાથી લઈને આઝાદ મેદાન સુધી જૈનોએ પદયાત્રાનું આયોજન કર્યું હતું. મુંબઈમાં સકલ દિગંબર જૈન સમાજ, શ્વેતાંબર જૈન મૂર્તિપૂજક સમાજ, શ્વેતાંબર સ્થાનકવાસી જૈન સમાજ, શ્વેતાંબર તેરાપંથી જૈન સમાજ અને અન્ય જૈન સમાજની પદયાત્રામાં જૈનોની સાત સંસ્થાઓએ ભાગ લીધો હતો.
1100થી વધારે જૈન સંગઠનો દ્વારા મહારેલી: બે દિવસ અગાઈ પણ મુંબઈ, દિલ્હી અને અમદાવાદમાં સમ્મેત શિખરજીને પર્યટન સ્થળ બનાવવાના વિરોધમાં મહારેલી યોજાઈ હતી. જેમાં લાખો જૈનો રસ્તા પર આવીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. દક્ષિણ મુંબઈ, બોરીવલી, ઘાટકોપર, ભાયંદર સહિત અન્ય વિસ્તારો પર 1100થી વધારે જૈન સંગઠનો દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં જૈન સમાજના મુદ્દાઓ પર ચર્ચા
જૈન સમુદાયમાં આક્રોશ: ગુજરાતના સુરત શહેરમાં 3 કિમીની વિશાળ રેલી કાઢવામાં આવી હતી અને પછી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જૈન સમાજના અગ્રણીઓએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, અમારા તીર્થસ્થાનો પર જાણે અસામાજિકતત્વો આક્રમણ કરતા હોય તેવો ભાવ થઈ રહ્યો છે. સરકાર આ બંને સ્થળોને તીર્થસ્થાન તરીકે જાહેર કરે તેવી અમારી અને માગણી છે. રાજકોટમાં પણ જૈન સમાજના અગ્રણીઓ દ્વારા વિશાળ સંખ્યામાં રેલી યોજવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્રભરના જૈન સમાજના લોકો ઉમટી પડ્યા હતા. અમદાવાદથી શરૂઆત થયા બાદ રાજકોટ, સુરત, અમરેલી, ભાવનગર, વલસાડ, વડોદરા, પંચમહાલ, ગોધરામાં આ ઘટનાના ઊંડા અને ઘેરા પડધા હતા. જેના ભાગ રૂપે મસમોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અગ્રણીઓએ જિલ્લા ક્લેક્ટરને આવેદનપત્ર આપીને આક્રોશ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો:પાલીતાણામાં દબાણ અને મંદિર તોડવાના વિરોધમાં સુરતમાં જૈન સમાજનો વિરોધ
શું છે મામલો:સમ્મેત શિખરજી જૈનનું પવિત્ર તીર્થ છે. જૈન સમાજ અનુસાર સમ્મેત શિખરજીનો કણ-કણ અત્યંત પવિત્ર છે. જૈન સમુદાય સમ્મેત શિખરજીના દર્શન કરે છે અને 27 કિમીના ક્ષેત્રમાં ફેલાયેલા મંદિરોમાં જાય છે અને પૂજા કરે છે. જૈન લોકો પૂજા બાદ ભોજન કરે છે. ત્યાં કોઈ પ્રકારની અસામાજિક ગતિવિધિ તે પવિત્ર સ્થાનની પવિત્રતા અને જૈનોની આસ્થાને ઠેસ પહોંચી શકે છે. ત્યારે જૈનો દ્વારા માંગણી કરવામાં આવી છે કે સરકાર દ્વારા તાત્કાલિક સમ્મેત શિખર અને પાલિતાણા શંત્રુજય ગિરિપર્વતને પવિત્ર સ્થળો જાહેર કરવમાં આવે. જો સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં નહિ આવે તો આગામી સમયમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે.