શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના નૌગામ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં 3 આતંકવાદીઓ માર્યા (Security forces killed 3 militants) ગયા છે. ઓપરેશન ચાલુ છે. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, શ્રીનગરના નૌગામ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની ગુપ્ત માહિતી મળી હતી. આઈજીપી કાશ્મીર વિજય કુમારે જણાવ્યું કે, નૌગામ એન્કાઉન્ટરમાં (In a naval encounter) માર્યો ગયેલો આતંકવાદી સમીર ભટ હત્યાકાંડમાં(Sameer Bhat massacre) સામેલ હતો. તેઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર/ટીઆરએફ સાથે સંકળાયેલા હતા.
આ પણ વાંચો:North MCD heritage park: નોર્થ MCDનો પહેલો હેરિટેજ પાર્ક તૈયાર, રાષ્ટ્રપતિ 20 માર્ચે કરશે ઉદ્ઘાટન
તંકવાદીઓએ તેમના પર ગોળીબાર કર્યો:આ માહિતીના આધારે પોલીસ અને સુરક્ષા દળો દ્વારા વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સુરક્ષા દળો છુપાયેલા ઠેકાણા તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર કર્યો. આ પછી બંને પક્ષો વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ. હાલ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.
આ પણ વાંચો:BSF IG Press Conference Gandhinagar: સરહદ પર નિષ્ફળ કરી દુશ્મનોની અનેક ચાલ, IGએ BSFની થપથપાવી પીઠ
આતંકવાદી પ્રતિબંધિત જૈશ-એ-મોહમ્મદ :ઉલ્લેખનીય છે કે, દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતીપોરા વિસ્તારમાં સુરક્ષાદળો સાથેની અથડામણ દરમિયાન એક આતંકવાદી માર્યો ગયો હતો. આતંકવાદી પ્રતિબંધિત જૈશ-એ-મોહમ્મદ (JeM)નો હતો અને તે અનેક આતંકી ગુનાઓમાં સામેલ હતો.