- ઉત્તરપ્રદેશના મથુરામાં રિક્ષાચાલક પર 3 કરોડની ટેક્સચોરીનો આક્ષેપ
- 19 ઓક્ટોબરે ઈન્કમટેક્સની ટીમ રિક્ષાચાલકના ઘરે પહોંચી હતી
- રિક્ષાચાલકે આ આક્ષેપ સાંભળતા તેના હોંશ ઉડી ગયા હતા
મથુરાઃ ઉત્તરપ્રદેશના મથુરા જિલ્લામાં એક રિક્ષાચાલક પર છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. જનપદના હાઈ-વે પોલીસ સ્ટેશન વિસ્તારના બાકલપુર ગામમાં રહેતા મજૂરના ઘરે ટેક્સ ચોરીની નોટિસ પહોંચવાથી હડકંપ મચ્યો હતો. 19 ઓક્ટોબરે મજૂરના ઘરે ઈન્કમ ટેક્સના અધિકારીઓ પહોંચ્યા હતા અને ત્રણ કરોડ રૂપિયાની ટેક્સ ચોરીનો આરોપ લગાવ્યો હતો. આ સાંભળીને તો મજૂરના હોંશ જ ઉડી ગયા હતા. જોકે, પીડિતે હાઈ-વે પોલીસ સ્ટેશનને પત્ર લખી તપાસની માગ કરી છે.
આ પણ વાંચો-નવસારીની મહિલાઓના ઓળખ દસ્તાવેજો મેળવી સુરતની બેન્કમાં ખોલાવ્યાં ખાતા, ટેક્સ ચોરીના કૌભાંડની ફરિયાદ
રિક્ષાચાલક પર 3 કરોડની ટેક્સચોરીનો આક્ષેપ સાંભળતા તેના હોંશ ઉડી ગયા
જનપદના હાઈ-વે પોલીસ સ્ટેશન વિસ્તારના બાકલપુર ગામમાં રહેતા પ્રતાપસિંહ રિક્ષા ચલાવીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. પ્રતાપના ઘરે 19 ઓક્ટોબરે અચાનક જ ઈન્કમ ટેક્સના અધિકારીઓ પહોંચ્યા હતા અને પ્રતાપ પર 3 કરોડ રૂપિયાની ટેક્સચોરીનો આક્ષેપ લગાવ્યો હતો. આ સાંભળીને તો પીડિતના હોંશ ઉડી ગયા હતા. જ્યારે પીડિતે કહ્યું હતું કે, પાન કાર્ડ બનાવવા માટે તેને 4 મહિના ધક્કા ખાવા પડ્યા હતા. ત્યારબાદ પાન કાર્ડ બન્યા પછી પીડિતના ઘરે ઈન્કમટેક્સ નોટિસ પહોંચી હતી.
આ પણ વાંચો-સોનૂ સૂદના ઘરે પહોંચી આવકવેરા વિભાગની ટીમ, કથિત ટેક્સ ચોરી મામલે કાર્યવાહી