- બીજાપુરમાં નક્સલી હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા જવાન રાકેશ્વર સિંહ 4 દિવસથી ગુમ
- રાકેશ્વર સિંહ નક્સલીઓના કબજામાં હોવાનો સ્થાનિક પત્રકારનો દાવો
- નક્સલીઓ રાકેશ્વર સિંહની સારવાર કરી રહ્યા છે, 2 દિવસમાં તેને છોડી દેશે
છત્તીસગઢઃ બીજાપુરમાં થયેલા નક્સલી હુમલામાં 31 જવાન ઈજાગ્રસ્ત થયા છે. તેમાંથી એક જવાન રાકેશ્વર સિંહ હજી પણ ગુમ છે. તેમના પરિવારનો દાવો છે કે રાકેશ્વર સિંહ નક્સલીઓના કબજામાં છે. રાકેશ્વર સિંહના પત્નીએ કહ્યું કે, અત્યાર સુધી કોઈએ પણ એ નથી કહ્યું કે, સરકાર તેમના પતિને છોડાવવા માટે શું કરી રહી છે. રાકેશ્વર સિંહના પત્નીએ ભાવુક થઈને જણાવ્યું હતું કે, અમે કંઈ નથી કરી શકતા, જે કરવાનું છે તે સરકાર કરશે, પરંતુ સરકાર કંઈ નથી કરી રહી. શું સરકારને પોતાના જવાનોની કોઈ ચિંતા નથી.
રાકેશ્વર સિંહને પરત લાવવાની જવાબદારી સરકારની છેઃ રાકેશ્વરનો પરિવાર
ગુમ થયેલા રાકેશ્વર સિંહના પત્ની મીનુએ કહ્યું હતું કે, સરકાર ઝડપથી કોઈ પગલા લે. જવાન એક દિવસ પણ મોડો પડે તો તેની સામે કાર્યવાહી થાય છે. તો આ સરકારને જવાનની કોઈ ચિંતા નથી. મીનુએ વધુમાં ઉમેર્યું કે, તેઓ મારા પતિ પછી છે. પહેલા તો કોઈક માનો પુત્ર છે. હવે સરકારની જવાબદારી છે. કારણ કે, રાકેશ્વર સિંહ સરકારના જવાન છે. તેઓ બીમાર હોત તો અમારી જવાબદારી હોત, પરંતુ તેઓ નક્સલીઓ પાસે છે તો સરકારની જવાબદારી છે તેમને છોડાવીને લાવવાની.
આ પણ વાંચોઃબીજાપુરની ઘટના બાદ ETV BHARATની ઈજાગ્રસ્ત જવાનો સાથે વાતચીત
અભિનંદનને તો પાકિસ્તાનથી લઈ આવ્યા પણ મારો ભાઈ તો દેશમાં જ છે તેને પણ લઈ આવોઃ રાકેશ્વર સિંહના ભાઈ