બેંગાલુરૂઃ ISRO સવારથી જ ચંદ્રયાન-3ના લેન્ડર અને રોવર સાથે સંપર્ક પ્રસ્થાપિત કરવાના પ્રયત્નો કરી રહ્યું છે. લેન્ડર અને રોવરમાંથી ઈસરોને જે માહિતી મળશે તે અતિ ઉપયોગી સાબિત થશે. જેના અભ્યાસથી ચંદ્રની સપાટીનું વિગતવાર વિશ્લેષણ કરી શકાશે. ઉલ્લેખનીય છે કે લેન્ડર અને રોવર સૌર ઊર્જાથી સંચાલિત થાય છે. આ મહિનાની શરૂઆતમાં 2જી અને 4થી તારીખે ચંદ્ર પર રાત થતા પહેલા જ લેન્ડર અને રોવર બંનેની ઊર્જા નહિવત થઈ ગઈ હતી. બંને નિષ્ક્રિય(સ્લીપ મોડમાં) થઈ ગયા હતા.
ISROની કોશિશઃ ચંદ્ર પર સૂર્યોદય થતાં જ લેન્ડર અને રોવરને સક્રિય કરતા ચંદ્રયાન-3ના પેલોડ દ્વારા ફરીથી અભ્યાસ શરૂ થઈ શકશે. ચંદ્રમાના દક્ષિણ ધૃવ જ્યાં લેન્ડર અને રોવર બંને સ્ટેન્ડ બાય છે.આજે 22મી સપ્ટેમ્બરે સૂર્યનો પ્રકાશ બંનેની સોલર પેનલ પર પડતાં જ બંને ચાર્જ થઈ જશે. ISRO અત્યારે લેન્ડર અને રોવરને સક્રિય કરવાની કોશિશ કરી રહ્યું છે.
ચંદ્ર પર તાપમાન શૂન્યની નીચે 120-200 ડીગ્રી જેટલું થઈ જવાથી અમે લેન્ડર અને રોવરને સ્લીપ મોડમાં મુકી દીધા હતા. 20 સપ્ટેમ્બરની આસપાસ ચંદ્ર પર સૂર્યોદય થયો છે. તેથી 22 સપ્ટેમ્બર સુધી સોલર પેનલ અને અન્ય ઉપકરણો સંપૂર્ણ ચાર્જ થઈ જશે. જેથી અમે લેન્ડર અને રોવર બંનેને સક્રિય કરવાના પ્રયત્નો કરીશું...નિલેશ દેસાઈ (નિર્દેશક, અંતરિક્ષ અનુપ્રયોગ કેન્દ્ર, ISRO)
પૃથ્વીના 14 દિવસ એટલે ચંદ્રનો 1 દિવસઃ લેન્ડર અને રોવર બંને સક્રિય થતાં જ ISROને પ્રાયોગિક ડેટા મળી રહેશે. જેનાથી ચંદ્રની સપાટીનું વિશ્લેષણ વધુ સચોટતાથી થઈ શકશે. ચંદ્રમા પર લેન્ડ થયા બાદ લેન્ડર, રોવર અને પેલોડ દ્વારા અનેક પ્રયોગ કરવામાં આવ્યા હતા જેથી ચંદ્રમા પર રાત્રિ હોય તેટલા સમય(પૃથ્વીના 14 દિવસ) આ ડેટા પર ISRO અભ્યાસ કરી શકે. કારણ કે ચંદ્રનો એક દિવસ પૃથ્વીના 14 દિવસ બરાબર હોય છે.
ISROની આશાઃ લેન્ડર અને રોવરનું કુલ વજન 1,752 કિલોગ્રામ છે. તેઓ પૂરી કાર્યક્ષમતાથી કાર્ય કરે તે માટે ચંદ્ર પર પડતા સૂર્ય પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે. ISROને આશા છે કે ચંદ્ર પર સૂર્યોદય થતા જ લેન્ડર, રોવર અને પેલોડની સોલાર પેનલ ચાર્જ થવાની શરૂઆત થઈ જશે. આજે 22મી સપ્ટેમ્બરે રોવર અને લેન્ડર ફરીથી કાર્યાન્વિત થશે.
23 ઓગસ્ટે ભારતે રચ્યો ઈતિહાસઃ ISRO દ્વારા લેન્ડરના રિસીવરને ચાલુ રાખવામાં આવ્યું છે. ભારતે 23 ઓગસ્ટે ચંદ્રમાની સપાટી પર ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમનું સોફ્ટ લેન્ડિંગ કરીને ઈતિહાસ રચી દીધો હતો. ભારત ચંદ્રની સપાટી પર પહોંચનાર ચોથો અને ચંદ્રના દક્ષિણ ધૃવ પર પહોંચવાવાળો પ્રથમ દેશ બન્યો છે.
- ISRO Associate Director : ઈસરો એસોસિએટ ડાયરેક્ટર બન્યા રાજકોટના મહેમાન, ચંદ્રયાન 3 પ્રોજેક્ટને લઇ મહત્ત્વની વાતચીત
- Chandrayaan 3 : ચંદ્રયાન 3 માં અમદાવાદના એક વિદ્યાર્થીનો મહત્વનો ફાળો, જાણો કોણ છે આ યુવા વૈજ્ઞાનિક...