મુંબઈ: કોરોના વાયરસના (covid 19) ચેપથી પ્રભાવિત દિલ્હી કેપિટલ્સની (Delhi Capitals) ટીમ બુધવારે પુણેને બદલે બ્રેબોર્ન સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ સામે તેમની ઈન્ડિયન પ્રીમિયર લીગ મેચ રમશે. ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બુધવારની મેચને બ્રેબોર્ન સ્ટેડિયમમાં (Brabourne Stadium) શિફ્ટ કરવામાં આવી છે, જેથી બાયો-બબલમાં કોવિડનો ચેપ ન લાગે.
આ પણ વાંચો:IPL 2022: રોયલનો દબદબો યથાવત, દિલ્હીને આપી 16 રને માત
આકાશ માને કોરોના પોઝિટિવ: ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર મિશેલ માર્શ સહિત દિલ્હી કેપિટલ્સના પાંચ સભ્યોનો કોરોના વાઈરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ફિઝિયો પેટ્રિક ફરહાર્ટ, ટીમ માલિશિયા ચેતન કુમાર, ટીમના ડૉક્ટર અભિજિત સાલ્વી અને સોશિયલ મીડિયા કન્ટેટ ટીમના સભ્ય આકાશ માને કોરોના પોઝિટિવ આવ્યા છે.
કોવિડ-19નુ વધતુ સંક્રમણ: BCCI દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, ભારતીય ક્રિકેટ બોર્ડે 20 એપ્રિલે રમાનારી 32 નંબરની મેચ , દિલ્હી કેપિટલ્સ સામે પંજાબ કિંગ્સ, એમસીએ સ્ટેડિયમ, પુણેથી બ્રેબોર્ન સીસીઆઈમાં શિફ્ટ કરી દીધી છે. લાંબા અંતરની બસ મુસાફરી દરમિયાન ટીમમાં કોવિડ-19ના વધતા સંક્રમણના જોખમને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. બુધવારે સવારે RT-PCR ટેસ્ટ પછી જ દિલ્હી કેપિટલ્સને મેચ રમવાની પરવાનગી મળશે. મંગળવારે કરવામાં આવેલી તપાસમાં અન્ય તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ નેગેટિવ આવ્યા છે.
ડોકટરોની દેખરેખ હેઠળ:તેમણે કહ્યું, જે સભ્યો કોવિડ-19થી સંક્રમિત થયા છે તેઓ આઈસોલેશનમાં ડોકટરોની દેખરેખ હેઠળ છે. છઠ્ઠા અને સાતમા દિવસે તેની તપાસ કરવામાં આવશે અને જો બંને પરીક્ષણોનું પરિણામ નકારાત્મક આવે છે, તો તેને દિલ્હી કેપિટલ્સના બાયો-સિક્યોર બબલમાં ફરીથી રમવાની મંજૂરી આપવામાં આવશે.
ચોથા રાઉન્ડમાં નેગેટિવ: BCCIએ કહ્યું કે, 16 એપ્રિલથી દિલ્હી કેપિટલ્સની ટીમનો RT-PCR ટેસ્ટ દરરોજ કરવામાં આવી રહ્યો છે. અન્ય તમામ સભ્યો 19 એપ્રિલે યોજાયેલા RT-PCR ટેસ્ટના ચોથા રાઉન્ડમાં નેગેટિવ આવ્યા છે. ટીમના તમામ સભ્યોએ 20 એપ્રિલની સવારે RT-PCR ટેસ્ટના બીજા રાઉન્ડમાંથી પસાર થવું પડશે, એમ તેમણે જણાવ્યું હતું. દિલ્હી કેપિટલ્સના હરીફ પંજાબ કિંગ્સ મંગળવારે પુણે જવાના હતા, પરંતુ તેમને મુંબઈમાં જ રહેવાનું કહેવામાં આવ્યું હતું.