ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સરકારનો મોટો નિર્ણય, 27 માર્ચથી ફરી શરૂ થશે ઈન્ટરનેશનલ કોમર્શિયલ ફ્લાઈટ સેવાઓ

સરકારે 27 માર્ચથી આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ ફ્લાઈટ સેવાઓ (International commercial flight services) ફરી શરૂ કરવાનો નિર્ણય (Decision to resume flight services) લીધો છે. કોરોનાના ઘટતા કેસો બાદ સરકારે આ નિર્ણય લીધો છે.

સરકારનો મોટો નિર્ણય, 27 માર્ચથી ફરી શરૂ થશે ઈન્ટરનેશનલ કોમર્શિયલ ફ્લાઈટ સેવાઓ
સરકારનો મોટો નિર્ણય, 27 માર્ચથી ફરી શરૂ થશે ઈન્ટરનેશનલ કોમર્શિયલ ફ્લાઈટ સેવાઓ

By

Published : Mar 8, 2022, 8:15 PM IST

હૈદરાબાદ:લાંબી રાહ જોયા બાદ સરકારે 27 માર્ચથી ફરી કોમર્શિયલ ફ્લાઈટ્સ (International commercial flight services) શરૂ કરવાનો નિર્ણય (Decision to resume flight services) લીધો છે. નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

આ પણ વાંચો:International Womens Day 2022: ભારતમાં પ્રજનન દરમાં ઘટાડો એ ચિંતાનો વિષય

7 માર્ચથી આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ ફ્લાઈટ્સ શરૂ કરવાનો નિર્ણય

તેમણે ટ્વિટ કર્યું કે 'કોવિડ 19ના ઘટતા કેસ પછી અમે ચર્ચા કરી. અમે 27 માર્ચથી આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ ફ્લાઈટ્સ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ પછી એર બબલ સિસ્ટમ પણ રદ થઈ જશે. આ પગલાથી મને ખાતરી છે કે આ ઉડ્ડયન ક્ષેત્ર નવી ઊંચાઈઓ સર કરશે.

આ પણ વાંચો:રોકાણકારોના પૈસાથી પોર્ન ફિલ્મો બની, શિલ્પા શેટ્ટી-રાજ કુન્દ્રા આરોપી

DGCAએ કોરોનાને કારણે 23 માર્ચ 2020 ફ્લાઇટ્સ સ્થગિત કરી હતી

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને 23 માર્ચ 2020થી આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી હતી. DGCAએ 28 ફેબ્રુઆરીએ જારી કરેલા પરિપત્રમાં આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ ફ્લાઈટ્સ પરના પ્રતિબંધને આગામી આદેશ સુધી લંબાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details