ભુવનેશ્વર: ઓરિસ્સામાં 28 ફેબ્રુઆરીના રોજ પાણીના ટેન્કરમાં દારૂની દાણચોરી (Odisha liquor smuggles) પાછળના માસ્ટરમાઇન્ડે બ્લોકબસ્ટર ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઇઝ'માંથી પ્રેરણા (Inspired by 'Pushpa') મેળવી હતી, આરોપીની ધરપકડ બાદ એક એક્સાઇઝ અધિકારીએ જણાવ્યું હતું.
Inspired by 'Pushpa': પુષ્પામાંથી પ્રેરણા મેળવી દારૂની હેરાફેરી કરતો રાજ કુમાર ઝડપાયો 9224.8 લિટર દારૂ મળી આવ્યો
28 ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રે, ઢેંકનાલ જિલ્લા એક્સાઇઝ અધિકારીઓને એક ટેન્કર શંકાસ્પદ જણાયુ હતું, જેમાં પીવાનું પાણી લખેલું હતું અને મહિધરપુર નજીક રસ્તાની બાજુએ પાર્ક કરવામાં આવ્યું હતું. શોધખોળ દરમિયાન ટેન્કરમાંથી 1,070 પેટી એટલે 9224.8 લિટર દારૂ મળી આવ્યો હતો. એક્સાઇઝ અધિકારીઓએ ટેન્કરમાં ગુપ્ત રીતે રાખવામાં આવેલ દારૂ અંગે ડ્રાઈવરની પૂછપરછ કરી અને જાણવા મળ્યું કે, ટ્રક અંગુલ તરફ જઈ રહી હતી.
Inspired by 'Pushpa': પુષ્પામાંથી પ્રેરણા મેળવી દારૂની હેરાફેરી કરતો રાજ કુમાર ઝડપાયો રાજ કુમારની ધરપકડ
ટ્રક કબજે કરી અને દારૂની રિકવરી બાદ હરિયાણાના બિજેન્દ્ર અને સતીશ નંદલ અને મોટંગા પોલીસ હદ હેઠળના ગોડીદિહા ગામમાંથી અવિનાશ મોહરાનાની ધરપકડ કરી. એક્સાઇઝ વિભાગ (Odisha Excise department)ની વિશેષ ટીમો બનાવવામાં આવી હતી જેમણે છેલ્લા 11 દિવસથી જુદા જુદા સ્થળોએ દરોડા પાડ્યા હતા. આજે સવારે, અધિકારીઓની ટીમે ભુવનેશ્વરની બહારના નુગાંવ ખાતે ચાર માળની ઇમારત પર દરોડો પાડ્યો હતો અને ટેન્કરમાં દારૂની હેરાફેરીમાં કથિત સંડોવણી બદલ રાજ કુમારની ધરપકડ કરી હતી.
Inspired by 'Pushpa': પુષ્પામાંથી પ્રેરણા મેળવી દારૂની હેરાફેરી કરતો રાજ કુમાર ઝડપાયો 'પુષ્પા' મૂવીથી પ્રેરિત હતો રાજ કુમાર
એક્સાઇઝ અધિકારીએ ઉમેર્યું હતું કે, રાજ કુમાર, જેઓ ઢેંકનાલ જિલ્લાના ગુડીકાટેનીનો છે, તેણે પૂછપરછ દરમિયાન કબૂલ્યું હતું કે, તે 'પુષ્પા' મૂવીથી પ્રેરિત હતો અને તેણે એ જ જોઈને દારૂની દાણચોરી કરી હતી. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, "રાજ કુમારના સ્માર્ટ ફોનમાં 'પુષ્પા' ફિલ્મની કેટલીક નાની ક્લિપિંગ્સ મળી આવી હતી જે તેમના દાવાને સમર્થન આપે છે."
Inspired by 'Pushpa': પુષ્પામાંથી પ્રેરણા મેળવી દારૂની હેરાફેરી કરતો રાજ કુમાર ઝડપાયો આ પણ વાંચો:'આદિત્યનાથ આયો રે': સુરતમાં હોળી સ્નેહમિલન કાર્યક્રમ
અસલી નામ જગમોહન સાહુ
તપાસ દર્શાવે છે કે, રાજ કુમાર અને તેનો પરિવાર કથિત રીતે ગાંજા અને દારૂની દાણચોરીમાં સામેલ છે. જ્યારે તેમની પ્રતિક્રિયા વિશે પૂછવામાં આવ્યું ત્યારે રાજ કુમારે કહ્યું કે, તેમનું અસલી નામ જગમોહન સાહુ છે અને ટ્રુકોલર એપમાં તેમણે તેમનું નામ 'રાજ કુમાર' તરીકે સેવ કર્યું હતું.
આ પણ વાંચો:AAP In Gujarat: ગુજરાતમાં BJPના કાંગરા ખેરવવા કઇ રણનીતિ અપનાવશે AAP? ગોપાલ ઇટાલિયા સાથે રૂબરૂ મુલાકાત