ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શ્રી ગુરુ ગ્રંથ સાહિબજીને લઇ 78 લોકો કાબુલથી ભારત પહોંચ્ચા, કેન્દ્રીય પ્રધાન હરદીપ પુરીએ કર્યા રિસીવ

અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ મહિલાઓની સ્થિતિ ત્યાં ઘણી દયનીય બની છે. અહીં ફસાયેલી મહિલાઓ દરેક ક્ષણે ભયના છાયામાં જીવવા માટે મજબૂર બની છે. તે જ સમયે કાબુલમાંથી બહાર આવેલી કેટલીક મહિલાઓ હજુ પણ ભયાનક દ્રશ્ય ભૂલી શકી નથી.

કેન્દ્રીય પ્રધાન હરદીપ પુરીએ કર્યા રિસીવ
કેન્દ્રીય પ્રધાન હરદીપ પુરીએ કર્યા રિસીવ

By

Published : Aug 24, 2021, 9:56 AM IST

Updated : Aug 24, 2021, 10:58 AM IST

  • અફઘાનિસ્તાનમાં તાલિબાનોના કબજા બાદ પરિસ્થિતિ ખરાબ
  • ભારત સરકાર ભારતીઓને સ્વદેશ લાવવાના કરી રહ્યા છે પ્રયત્ન
  • ભારત સરકારે અત્યાર સુધીમાં 736 થી વધુ લોકોને બચાવ્યા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનોના કબજા બાદ પરિસ્થિતિ ખરાબથી ખરાબ થઈ રહી છે. ભારત સરકાર દરરોજ ફસાયેલા ભારતીયોને સુરક્ષિત બહાર કાઢી પરત લાવી રહી છે. આ ભારતીયોની સાથે અફઘાની શીખો અને હિન્દુઓને પણ પરત લાવવામાં આવી રહ્યા છે. અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ કેવી રીતે દિન પ્રતિદિન ખરાબ થઈ રહી છે તેનું ભયાનક ચિત્ર અફઘાનિસ્તાનમાંથી બચાવેલા લોકોની આંખોમાંથી સ્પષ્ટ દેખાય છે.

વિમાનમાં 25 ભારતીય નાગરિકો સહિત 78 પ્રવાસીઓ

જે પ્રવાસીને કાબુલમાંથી બહાર કાવામાં આવ્યા હતા અને એર ઇન્ડિયાની દુશાંબે-દિલ્હી ફ્લાઇટમાં સવાર હતા તેમણે 'જો બોલે સો નિહાલ સત શ્રી અકાલ' અને 'વાહેગુરુ જી કા ખાલસા વાહેગુરુ જી કી ફતેહ'ના નારા પણ લગાવ્યા હતા. ભારતીય વાયુસેનાનું વિમાનમાં કાબુલથી 78 લોકોને લઈને દિલ્હી પહોંચ્યું છે. જેમાં 25 ભારતીયોનો સમાવેશ થાય છે. આ સાથે અફઘાન શીખો અનો હિન્દુ પરિવારો પણ સામેલ છે. જે પોતાના ગુરુ ગ્રંથ સાહિબની 3 નકલો પોતાની સાથે લાવી રહ્યા છે.

આ પણ વાંચો:ગુરુ ગ્રંથ સાહેબ જીને લઈને આઈએએફ વિમાન કાબુલથી ભારત માટે રવાના થયું

ભારત સરકારે અત્યાર સુધીમાં 736 વધુ લોકોને બચાવ્યા

જાણકારી અનુસાર, અફઘાનિસ્તાનમાં ખતરાની વચ્ચેથી, ભારત સરકારે અત્યાર સુધીમાં 736 થી વધુ લોકોને બચાવી લીધા છે અને તેમને પરત લાવ્યા છે. આજે પણ દુશાંબેથી ઘણા લોકો એર ઇન્ડિયાના વિમાન દ્વારા દિલ્હી આવી રહ્યા છે. આ વિમાન ગઈ કાલે કાબુલથી દુશાંબે માટે ઉપડ્યું હતું

ભારતીય નાગરિકોને પરત સ્વેદેશ લાવવા સરકારનો પ્રયાસ

એરફોર્સ C-17, C -19, એરફોર્સ 130 જે અને એર ઇન્ડિયાના વિમાનો કાબુલથી લોકોને સલામત રીતે પરત લાવવા સતત રોકાયેલા છે. કાબુલમાં પરિસ્થિતિ ખરાબ થાય તે પહેલા ભારત સરકાર તમામ ભારતીય નાગરિકો અને અફઘાન હિંદુ અને શીખ લોકોને પરત લાવવાનો પ્રયાસ કરી રહી છે.

Last Updated : Aug 24, 2021, 10:58 AM IST

ABOUT THE AUTHOR

...view details