ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેનેડામાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારી કરી હત્યા, વિદેશ પ્રધાન જયશંકરે દુઃખ કર્યું વ્યક્ત

કેનેડાના ટોરોન્ટોમાં 21 વર્ષીય ભારતીય વિદ્યાર્થી કાર્તિક વાસુદેવની (Murder Indian student in Canada) ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. વિદેશ પ્રધાન એસ જયશંકરે ભારતીય વિદ્યાર્થીની હત્યા પર શોક વ્યક્ત કર્યો અને પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

કેનેડામાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારી કરી હત્યા, વિદેશ પ્રધાન જયશંકરે દુઃખ કર્યું વ્યક્ત
કેનેડામાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારી કરી હત્યા, વિદેશ પ્રધાન જયશંકરે દુઃખ કર્યું વ્યક્ત

By

Published : Apr 9, 2022, 2:10 PM IST

નવી દિલ્હી/ટોરોન્ટો:વિદેશ પ્રધાન એસ જયશંકરે કેનેડાના શહેર ટોરોન્ટોમાં 21 વર્ષીય ભારતીય વિદ્યાર્થીની (Murder Indian student in Canada) હત્યા પર શોક વ્યક્ત કર્યો છે. ફાયરિંગમાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનું મોત થયું હતું. ટોરોન્ટો પોલીસ સેવાને 7 એપ્રિલના રોજ સ્થાનિક ઉપનગરીય સ્ટેશન પર ગોળીબારની જાણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો:War 45th Day : UNHRCમાંથી રશિયાનું સસ્પેન્શન કરવાનું પગલું આગમાં ઘી હોમવા જેવું : ચીન

જયશંકરે ટ્વીટ કર્યું 'આ ઘટનાથી ખૂબ જ દુઃખી છું :કાર્તિક વાસુદેવને સ્ટેશનના પ્રવેશદ્વાર પર ગોળી વાગી હતી. સ્થળ પર પ્રાથમિક સારવાર આપ્યા પછી, વાસુદેવને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેણે તેની ઈજાઓથી દમ તોડ્યો હતો. જયશંકરે ટ્વીટ (Jaishankar Twiteed On Indian student) કર્યું, 'આ ઘટનાથી ખૂબ જ દુઃખી છું. પરિવાર પ્રત્યે સંવેદના.

આ પણ વાંચો:ઈમરાનની ફાઈનલ 'એસેમ્બલી મેચ' ! : અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે મતદાન, નવા PM પર ચર્ચા શરૂ

કેનેડામાં ભારતીય વિદ્યાર્થીની હત્યા :ટોરોન્ટો પોલીસે જણાવ્યું હતું કે, તપાસકર્તાઓ સાક્ષીઓને શોધી રહ્યા હતા, જેઓ ઘટના સમયે વિસ્તારમાં હતા. આ સાથે ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે ગુરુવારે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, "ટોરોન્ટોમાં ગોળીબારની ઘટનામાં ભારતીય વિદ્યાર્થી કાર્તિક વાસુદેવની કમનસીબ હત્યાથી અમે આઘાત અને દુઃખી છીએ." કોન્સ્યુલેટ જનરલે કહ્યું, "અમે પરિવારના સંપર્કમાં છીએ અને વહેલી તકે નજીકના સંબંધીઓને મૃતદેહ સોંપવા માટે તમામ શક્ય મદદ કરીશું."

ABOUT THE AUTHOR

...view details