ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Vice Admiral SH Sarma Passed Away: ભારતીય નૌકાદળ 1971ના ભૂતપૂર્વ વાઇસ એડમિરલ સરમાનું અવસાન - Mourning on the demise of Sarma

1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં(Indo Pakistani War of 1971) ભાગ લેનાર ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ વાઇસ એડમિરલ એસએચ સરમા(Vice Admiral SH Sarma Passed Away) સોમવારે 100 વર્ષની વયે અવસાન થયું છે.

Vice Admiral SH Sarma Passed Away: ભારતીય નૌકાદળ 1971ના ભૂતપૂર્વ વાઇસ એડમિરલ સરમાનું અવસાન
Vice Admiral SH Sarma Passed Away: ભારતીય નૌકાદળ 1971ના ભૂતપૂર્વ વાઇસ એડમિરલ સરમાનું અવસાન

By

Published : Jan 4, 2022, 12:37 PM IST

ભુવનેશ્વરઃ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં(Indo Pakistani War of 1971) ભાગ લેનાર ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ વાઈસ એડમિરલ એસએચ સરમા(Vice Admiral SH Sarma Passed Away) સોમવારે 100 વર્ષની વયે અવસાન થયું છે.

1 ડિસેમ્બરે પોતાનો 100મો જન્મદિવસ ઉજવ્યો

અધિકારીઓએ જણાવ્યું કે, સરમા 1971ના યુદ્ધ દરમિયાન ઈસ્ટર્ન ફ્લીટ કમાન્ડિંગ ફ્લેગ ઓફિસર હતા. તેમણે ભુવનેશ્વરની એક ખાનગી હોસ્પિટલમાં સાંજે 6.20 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. ગયા વર્ષે 1 ડિસેમ્બરે પોતાનો 100મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ ઉપરાંત તાજેતરમાં દિલ્હીમાં આઝાદી કા અમૃત મહોત્સવમાં પણ ભાગ લીધો હતો.

5 જાન્યુઆરીએ અંતિમ સંસ્કાર કરવામાં આવશે

સરમાના પરિવારે જણાવ્યું હતું કે, સરમાના મૃતદેહને મંગળવારે તેમના નિવાસ સ્થાને લઈ જવામાં આવશે, જ્યાં લોકો તેમને શ્રદ્ધાંજલિ(Tribute to SH Sarma) આપી શકે છે. 5 જાન્યુઆરીએ અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે સરમાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. 1971ના યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યા બાદ બાંગ્લાદેશનું નિર્માણ થયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે સરમા પૂર્વી નૌકા કમાન્ડના 'ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ'(Flag Officer Commanding in Chief) પણ રહી ચૂક્યા છે.

આ પણ વાંચોઃ શ્રીલંકન નેવીએ વધુ 12 ભારતીય માછીમારોની ધરપકડ કરી

આ પણ વાંચોઃ વિશ્વના સૌથી જૂના જહાજ INS વિરાટની અલંગ તરફ અંતિમ સફર

ABOUT THE AUTHOR

...view details