- વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા લેવાયો નિર્ણય
- તુવેર, મગ અને અડદની દાળની આયાત પરનો પ્રતિબંધ હટાવી લેવાયો
- ભારતીય કિસાન સંઘ દ્વારા નિર્ણયનો વિરોધ કરાયો
નવી દિલ્હીઃ ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા તુવેર, મગ અને અડદની દાળની આયાત પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લેવાયો છે. સરકારના આયાત પરની છૂટ ના આ નિર્ણયનો કિસાન સંઘ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો -સાબરકાંઠામાં વાવાઝોડા બાદ ખેડૂતોને થયું લાખોનું નુકસાન
સરકારે નિર્ણય પર પુનઃ વિચાર કરવો જોઈએ
બુધવારે ભારતીય કિસાન સંઘના મહામંત્રી બદ્રીનારાયણ ચૌધરીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સરકારે આ નિર્ણય પર ફરી એકવાર વિચાર કરી લેવો જોઈએ. દાળના પાકો નું ખરીફ ઋતુમાં વાવેતર થતું હોય છે. અને તેનો સમય હવે આવી ગયો છે. પરંતુ આ જ સમયે આયાત પરના પ્રતિબંધો હટાવી લેવામાં આવતા ખેડૂતો અસુરક્ષા અનુભવશે અને તેમને પૂરા ભાવ નહી મળે. દાળની આયાતનો નિર્ણય ખેડૂતોને હતોત્સાહ કરશે.
આ પણ વાંચો -પબજીપ્રેમીઓ આનંદો! ભારતીય સંસ્કરણ પ્રિરજિસ્ટ્રેશન પ્લે સ્ટોર પર લાઈવ થશે
રાસાયણિક ખાતરોની કિંમતમાં વૃદ્ધિ પણ ચિંતાજનક
વર્ષ 2020-21માં IFFCO દ્વારા રાસાયણિક ખાતરના દરમાં દોઢ ગણો વધારો કર્યો છે. DEP ના 50 કિલોના બેગની કિંમત જે પહેલા 1200 રૂપિયે પ્રતિ બેગ હતી તે હવે 1900 રૂપિયે પ્રતિ બેગ થઈ ગઈ છે. એથી ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. જોકે મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે કંપનીઓ ભાવમાં વધારો કરીને ખેડૂતોને ખાતર નહી વેચી શકે પરંતુ ડીલરો ભાવમાં વધારો કરીને જ ખેડૂતોને આ ખાતર વેચી રહ્યા છે.