નવી દિલ્હી : એશિયા કપ 2022માં(Asia Cup 2022) સર્વશ્રેષ્ઠ ચાર ટીમો સુપર ફોરમાં પહોંચી ગઈ છે. તમામ ટીમો એકબીજા સામે ત્રણ મેચ રમશે. આ તબક્કામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટોચની બે ટીમો ટુર્નામેન્ટની ફાઇનલમાં રમશે. ભારત સુપર 4ની પ્રથમ મેચ રવિવારે પાકિસ્તાન સામે રમશે(India vs Pakistan Match in Asia Cup 2022). આજે સાંજના સમયે ફરી એક વખત તમામ ક્રિકેટપ્રેમીઓની નજર આ મુકાબલા પર હશે.
પાકને ધૂળ ચટાડશે ભારત એશિયા કપ 2022માં 6 ટીમોની ટુર્નામેન્ટના ગ્રૂપ સ્ટેજ બાદ હવે આગામી સુપર ફોર રાઉન્ડ મેચ શેડ્યૂલમાં આગળ વધી રહી છે. અહીં રમાયેલી મેચોના આધારે શ્રેષ્ઠ ચાર ટીમ સુપર ફોરમાં પહોંચી છે. ગ્રુપ Aમાંથી ભારત અને પાકિસ્તાન અને ગ્રુપ Bમાંથી અફઘાનિસ્તાન અને શ્રીલંકા આગળના રાઉન્ડમાં પહોંચી ગયા છે. બાંગ્લાદેશ અને હોંગકોંગને તમામ મેચ હારવાને કારણે ખિતાબની રેસમાંથી બહાર થવું પડ્યું હતું. એશિયા કપમાં ફાઈનલ પહેલા ભારત અને પાકિસ્તાન ક્રિકેટ ટીમો વચ્ચે બીજી મેચ રમાશે.