તામિલનાડુ: ભારતથી દરિયાઈ માર્ગે શ્રીલંકાની અવર-જવર હવે ખુબ સરળ બની ગઈ છે. કારણ કે ભારત અને શ્રીલંકા વચ્ચે ફેરી સર્વિસની શરૂઆત થઈ છે. કેન્દ્રીય જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે તમિલનાડુના નાગાપટ્ટિનમ અને શ્રીલંકાના કાંકેસંતુરાઈ વચ્ચે ફેરી સર્વિસને લીલીઝંડી બતાવી હતી. ભારત અને શ્રીલંકા વચ્ચે શરૂ થયેલી આ ફેરી સર્વિસ (નૌકા સેવા)ના પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિદેશમંત્રી ડૉ. એસ.જયશંકર વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયા હતાં. આ પ્રસંગે પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, આજે અમે ભારત અને શ્રીલંકા વચ્ચે રાજદ્વારી અને આર્થિક સંબંધોમાં એક નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યા છીએ.
India Sri lanka Ferry Service: ભારત અને શ્રીલંકા વચ્ચે શરૂ થઈ 'નૌકા સેવા'ની શરૂઆત, પીએમ મોદીએ કહ્યું બંને દેશોના સંબંધો માટે સીમાચિહ્ન
ભારત અને શ્રીલંકા વચ્ચે ફેરી સર્વિસની શરૂઆત થઈ છે. કેન્દ્રીય જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે તમિલનાડુના નાગાપટ્ટિનમ અને શ્રીલંકાના કાંકેસંતુરાઈ વચ્ચે ફેરી જહાંજ સર્વિસને લીલીઝંડી બતાવીને આ સેવાનો પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયા હતાં.
Published : Oct 14, 2023, 12:11 PM IST
પ્રધાનમંત્રી મોદીનું સંબોધન: પીએમ મોદીએ કહ્યું કે, ભારત અને શ્રીલંકાની સંસ્કૃતિ, વાણિજ્ય અને સભ્યતાનો ઊંડો ઈતિહાસ ધરાવે છે અને હવે બંનેમાં આર્થિક ભાગીદારી પણ વધશે. આ ફેરી સેવા નાગાપટ્ટિનમ અને કાંકેસંતુરાઈ વચ્ચે શરૂ કરાઈ છે અને આપણા સંબંધોને મજબૂત કરવામાં એક સીમાચિહ્ન સાબિત થઇ છે.
બંને દેશો વચ્ચે કનેક્ટિવિટી વધશે:પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત અને શ્રીલંકા વચ્ચેની નૌકા સેવા સર્વિસથી બંને દેશો વચ્ચે કનેક્ટિવિટી વધશે. વેપારને ગતિ મળશે તેમજ લાંબા સમય સુધી ચાલી આવતા સંબંધો વધુ મજબૂત થશે. પ્રધાનમંત્રી મોદીએ પોતાના સંબોધનમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘની હાલની ભારત પ્રવાસ દરમિયાન તેમણે બંને દેશો વચ્ચે આર્થિક ભાગીદારી માટે એક દ્રષ્ટિ પત્ર સંયુક્ત રૂપથી સ્વીકાર કર્યો હતો.