નવી દિલ્હીઃ ભારતમાં યોજાનાર ફિફા વર્લ્ડ કપ 2022ને લઈને ફૂટબોલ ચાહકોમાં ભારે ઉત્તેજના છે. કતારમાં 20 નવેમ્બરથી 18 ડિસેમ્બર દરમિયાન યોજાનારી આ ફૂટબોલ જંગમાં વિશ્વની 32 ટીમો ભાગ લેશે,(INDIA NEVER PARTICIPATED IN FIFA WORLD CUP) જેમાં એશિયાની 16 ટીમો સામેલ છે પરંતુ ભારતની ટીમ નથી. આ દરમિયાન 64 મેચો રમાશે. ભારતની ટીમે આજ સુધી એક પણ ફીફા વર્લ્ડ કપમાં ભાગ લીધો નથી. ફિફા વર્લ્ડ કપની શરૂઆત 1930માં થઈ હતી અને ભારત તેના 92 વર્ષના ઈતિહાસમાં પ્રતિનિધિત્વ કરી શક્યું નથી.
ભારત આજ સુધી ક્વોલિફાય થયું નથી :વર્ષ 1950 માં, બ્રાઝિલમાં યોજાનાર ફિફા વર્લ્ડ કપ માટે, (FIFA WORLD CUP )ભારતની ટીમ પ્રથમ વખત 'બાય ડિફોલ્ટ' ક્વોલિફાય થઈ હતી, પરંતુ તે પછી પણ ટીમ રમી શકી ન હતી. ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF)ની વેબસાઈટ અનુસાર, ફિફા વર્લ્ડ કપની ફાઈનલમાં વિરોધી ટીમોના ખસી જવાને કારણે ભારતને આ તક મળી હતી. પરંતુ AIFF એ ટીમની પસંદગી અને પ્રેક્ટિસને ટાંકીને મેચ રમી ન હતી.