નવી દિલ્હીઃ પરાક્રમ દિવસના અવસર પર પીએમ મોદીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કર્યું છે. પીએમ મોદીએ ઈન્ડિયા ગેટ પર બનાવવામાં આવનાર નેતાજીની પ્રતિમા (India Gate Subhash Chandra Bose) પહેલા આજે હોલોગ્રામ પ્રતિમા રાષ્ટ્રને સમર્પિત કરી. હોલોગ્રામ પ્રતિમા 28 ફૂટ ઊંચી અને 6 ફૂટ પહોળી છે.
4K પ્રોજેક્ટર દ્વારા સંચાલિત
હોલોગ્રામ પ્રતિમા 30,000 લ્યુમેન્સ 4K પ્રોજેક્ટર દ્વારા સંચાલિત હશે. 90% પારદર્શક હોલોગ્રાફિક સ્ક્રીન અદ્રશ્ય રીતે માઉન્ટ થયેલ છે. હાઈ ગેઈન સ્ક્રીનની વિશેષતાઓ એવી છે કે, તે મુલાકાતીઓને જોઈ શકાતી નથી. હોલોગ્રામની ચોક્કસ અસર પેદા કરવા માટે હાઈ ગેઈન સ્ક્રીન પર નેતાજીનું 3D ચિત્ર મૂકવામાં આવ્યું છે.
મહાન નેતાજીને યોગ્ય શ્રદ્ધાંજલિ
આ પહેલા કાર્યક્રમમાં હાજર રહેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે નેતાજીની હોલોગ્રામ પ્રતિમા (PM Modi inaugurates Netajis statue)ના સંબંધમાં કહ્યું હતું કે, આ માત્ર ગ્રેનાઈટની પ્રતિમા નથી, પરંતુ મહાન નેતાજીને યોગ્ય શ્રદ્ધાંજલિ છે. શાહે કહ્યું કે, ભારતની આઝાદી માટે નેતાજીએ સર્વસ્વ બલિદાન આપ્યું હતું. હોલોગ્રામ સ્ટેચ્યુ (Holographic statue of netaji)ના અનાવરણ અને શણગાર સમારોહ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સંબોધન કર્યું હતું. નેતાજી સુભાષચંદ્ર બોઝે અંગ્રેજો સામે નમવાની ના પાડી હતી, એમ તેમણે જણાવ્યું હતું. હોલોગ્રામ પ્રતિમાને ટૂંક સમયમાં ભવ્ય ગ્રેનાઈટ પ્રતિમા દ્વારા બદલવામાં આવશે. નેતાજીની પ્રતિમા લોકતાંત્રિક મૂલ્યો અને ભાવિ પેઢીઓને પ્રેરણા આપશે.
અમારી સરકારે NDRFને મજબૂત બનાવ્યું: મોદી