- સક્રિય દર્દીઓની કુલ સંખ્યા એક હજારથી ઓછી થઈ ગઈ છે
- બીજી લહેરની અસર ધીમે-ધીમે ઓછી થઇ રહી છે
- નવા કેસમાં ઘણો ઘટાડો નોંધાયો છે
નવી દિલ્હીઃ દુનિયાના કેટલાય અન્ય દેશોની જેમ ભારત પર પણ કોરોનાની બીજી લહેરે (second wave of corona)કહેર વર્તાવ્યો હતો, પરંતું હવે સારા સમાચાર એ છે કે, સંક્રમણ(Infection)ની આ બીજી લહેરની અસર ધીમે-ધીમે ઓછી થઇ રહી છે. તેની સાથે જ નવા કેસમાં ઘણો ઘટાડો નોંધાયો છે.
આ પણ વાંચોઃ Gujarat Corona Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 90 કેસ નોંધાયા, 3 દર્દીના મોત
રોજે રોજ નોંધાયેલા કેસની સંખ્યા સતત ઘટી રહી છે
કોરોના વાયરસ(Corona virus)નો બીજી લહેર સમગ્ર દેશમાં ઓછી થઇ રહી છે. રોજે રોજ નોંધાયેલા કેસની સંખ્યા સતત ઘટી રહી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી (Delhi Covid 19 Cases)માં પણ સતત કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. સક્રિય દર્દીઓની કુલ સંખ્યા એક હજારથી ઓછી થઈ ગઈ છે.
દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 4,82,071 નોંધાઇ છે