- પોઝિટિવ કેસની કુલ સંખ્યા 3,03,16,897 હતી
- વધુ 907 મોત પછી મૃત્યુઆંકની કુલ સંખ્યા 63,97,6377 થઈ ગઈ
- દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 5,52,659 છે
હૈદરાબાદ: ભારતમાં કોરોનાના 37,566 નવા કેસો આવ્યા પછી પોઝિટિવ કેસની કુલ સંખ્યા 3,03,16,897 હતી. વધુ 907 મોત પછી મૃત્યુઆંકની કુલ સંખ્યા 63,97,6377 થઈ ગઈ છે. 56,994 નવા ડિસ્ચાર્જ પછી ડિસ્ચાર્જની કુલ સંખ્યા 2,93,66,601 હતી. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 5,52,659 છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાઇરસની 52,76,457 રસી આપવામાં આવી
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાઇરસની 52,76,457 રસી આપવામાં આવી હતી. જે પછી કુલ રસીકરણનો આંકડો 32,90,29,510 હતો. ભારતમાં 102 દિવસ પછી કોરોનાના 40,000થી ઓછા નવા કેસ નોંધાયા છે. કોરોના વાઇરસના સક્રિય કેસો કુલ કેસોમાં 1.82 ટકા છે. રીકવરી રેટ વધીને 96.87 ટકા થયો છે અને દૈનિક પોઝિટિવિટી રેટ 2.22 ટકા છે. ગઈકાલે ભારતમાં કોરોના વાઇરસ માટે 17,68,008 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા હતા. ગઈકાલ સુધીમાં કુલ 40,81,39,287 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા છે.