નવી દિલ્હી/મેરઠ: કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરી આજે દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વેનું (Inauguration of Delhi Meerut Expressway 2021) ઉદ્ઘાટન કરશે. કેન્દ્રિય પરિવહન પ્રધાન નીતિન ગડકરી અને રાજ્ય પ્રધાન જનરલ વી.કે. સિંહ ગુરુવારે મેરઠમાં યોજાયેલા એક કાર્યક્રમમાં એક્સપ્રેસ-વે રાષ્ટ્રને સમર્પિત કરશે. આ પહેલા તેઓ ગાઝિયાબાદના ડાસનામાં ઈન્ટિગ્રેટેડ કમાન્ડ કન્ટ્રોલ રૂમનું પણ ઉદ્ઘાટન (Inauguration by Union Minister Nitin Gadkari in Uttar Pradesh) કરશે, જે સમગ્ર એક્સપ્રેસ વે પર ટ્રાફિક સંબંધિત ગતિવિધિઓ પર નજર રાખશે. ત્યારબાદ મેરઠ મૂઝફ્ફરનગરમાં નેશનલ હાઈ-વે ઓથોરિટી દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2016માં નોઈડામાં કર્યો હતો શિલાન્યાસ
કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરી બપોરે 2 વાગે સુભારતી યુનિવર્સિટીમાં (Nitin Gadkari at Subharati University) આવેલા જનરલ મોહન સિંહ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સ્થળે પહોંચશે. અહીં તેમની સાથે નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય પણ કાર્યક્રમમાં હાજર રહેશે. વર્ષ-2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોઈડામાં દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વેનો શિલાન્યાસ (Inauguration of Delhi Meerut Expressway 2021) કર્યો હતો. તે ચાર તબક્કામાં બનાવવામાં આવ્યો છે. ડાસનાથી મેરઠ સુધીના 32 કિલોમીટરના એક્સપ્રેસ-વેનું નિર્માણ 3 વર્ષ પહેલા શરૂ થયું હતું. દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વેનો (Inauguration of Delhi Meerut Expressway 2021) કુલ ખર્ચ લગભગ 9 હજાર કરોડ રૂપિયા છે.
આ પણ વાંચો-PM Modi Shahjahanpur Visit: PM મોદી કહ્યું-ગંગા એક્સપ્રેસ-વે ઉત્તર પ્રદેશની પ્રગતિના નવા દ્વાર ખોલશે
ચોથા તબક્કામાં એક્સપ્રેસ-વેનું ડાસનાથી મેરઠ સુધી નિર્માણ કરાયું