- મધ્યપ્રદેશમાં PPE કિટ પહેરી મેડિકલના વિદ્યાર્થીઓ રમ્યા હોળી
- મેડિકલના વિદ્યાર્થીઓએ સુરક્ષિત હોળી રમવાનો આપ્યો સંદેશ
- કોરોનાની ગાઈડલાઈનને અવગણી વિદ્યાર્થીઓ રમ્યા હોળી
ઉજ્જૈનઃ મધ્યપ્રદેશમાં કોરોનાથી બચવા માટે હોળી પર પોતાના ઘરે જ રહેવા આદેશ કર્યો હતો, પરંતુ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મેડિકલના વિદ્યાર્થીઓ હોળી રમ્યા હતા. આ મેડિકલના વિદ્યાર્થીઓએ PPE કિટ પહેરીને એક બીજા પર રંગ લગાવ્યા હતા.
આ પણ વાંચોઃમહારાષ્ટ્ર: નાંદેડમાં હોલા મહોલ્લાને રોકવા બદલ પોલીસ પર હૂમલો, 4 પોલીસકર્મી ઈજાગ્રસ્ત, પોલીસ વાહનોમાં તોડફોડ
મુખ્યપ્રધાને ઘરે જ હોળી રમવા કરી હતી અપીલ
ઉજ્જૈનમાં મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી તેમણે ઘરે રહીને જ હોળી રમવા લોકોને અપીલ કરી હતી.
આ પણ વાંચોઃઅરવલ્લીના મેઘરજમાં હોળીના દિવસે ધૂળેટી, જુઓ લઠ-રાસથી ઉજવણી
મેડિકલના વિદ્યાર્થીઓએ સુરક્ષિત હોળી રમવાનો સંદેશ આપ્યો
તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ગાઈડલાઈનને પણ અવગણીને કેટલાક લોકો રસ્તા પર હોળી રમવા નીકળી પડ્યા હતા, પરંતુ ફ્રી ગંજ વિસ્તારમાં ટાવર ચાર રસ્તા પર મેડિકલના વિદ્યાર્થીઓ PPE કિટ પહેરીને ધૂળેટી રમ્યા હતા. વિદ્યાર્થીઓએ PPE કિટ પહેરી એક બીજા પર રંગ ઉછાળ્યો હતો. અત્યાર સુધી આપણે PPE કિટમાં ડોક્ટરોને હોસ્પિટલમાં ડાન્સ કરતા, ગરબા રમતા જોયા હતા, પરંતુ હવે PPE કિટ પહેરીને હોળી રમતા પણ જોઈ લીધા. મેડિકલના આ વિદ્યાર્થીઓ સુરક્ષિત હોળી રમવાનો સંદેશ આપવા નીકળ્યા હતા.