- દેશમાં કોરોના 28,326 કેસો નોંધાયા
- 260 લોકોના મૃત્યુ થયા
- 26,032 લોકો કોરોનાથી સાજા થયા
દિલ્હી: ભારતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, જે ચિંતાનો વિષય છે. આરોગ્ય મંત્રાલયે રવિવારે સવારે કોરોનાના આંકડા જાહેર કર્યા. આ આંકડાઓ અનુસાર, છેલ્લા 24 કલાકમાં 28,326 નવા કોરોના કેસ સામે આવ્યા છે અને 260 ચેપગ્રસ્ત લોકોના મૃત્યુ થયા છે. તે જ સમયે, 24 કલાકમાં 26,032 લોકો કોરોનાથી સાજા પણ થયા છે.
કેરળમાં કોરોનાનો પ્રકોપ યથાવત
શનિવારે કેરળમાં કોવિડ -19 ના 16,671 નવા કેસ નોંધાયા અને 120 લોકોના મૃત્યુ થયા. આ સાથે, અહીં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 46,13,964 થઈ ગઈ અને મૃતકોની સંખ્યા 24,248 પર પહોંચી ગઈ. એર્નાકુલમ જિલ્લામાં ચેપના સૌથી વધુ 2,500 નવા કેસ નોંધાયા છે. દરમિયાન, શનિવારે, રાજ્યમાં 14,242 દર્દીઓ ચેપમુક્ત બન્યા, જે પછી સ્વસ્થ થયેલા લોકોની કુલ સંખ્યા વધીને 44,23,772 થઈ ગઈ.
આ પણ વાંચો :Cyclone Gulab : ઓરીસ્સા અને આંધ્ર પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું
દેશમાં 3 લાખ સક્રિય કેસ
કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ ત્રણ કરોડ 36 લાખ 52 હજાર લોકોને ચેપ લાગ્યો છે. આમાંથી 4 લાખ 46 હજાર 918 લોકોના મૃત્યુ થયા છે. સારી વાત એ છે કે અત્યાર સુધીમાં 3 કરોડ 29 લાખ 2 હજાર લોકો સાજા પણ થયા છે. દેશમાં કોરોના સક્રિય કેસોની સંખ્યા લગભગ ત્રણ લાખ છે. કુલ 3 લાખ 3 હજાર લોકો હજુ પણ કોરોના વાયરસથી સંક્રમિત છે, જેમની સારવાર ચાલી રહી છે.
કુલ કેસ: 3,36,52,745