- હરિયાણાના કરનાલમાં ખેડૂત પ્રદર્શનનો (Karnal Farmers Protest) આજે પાંચમો દિવસ
- આજે ખેડૂતોની તંત્ર સાથે મહત્ત્વની બેઠક યોજાઈ
- ખેડૂત નેતાઓને આશા છે કે, બેઠકનું સકારાત્મક પરિણામ નીકળશે
કરનાલ (હરિયાણા): આજે (શનિવારે) ખેડૂત નેતાઓ અને કરનાલ તંત્ર વચ્ચે સંમતિ બની છે. ત્યારબાદ ખેડૂતોએ ધરણાં પૂર્ણ કર્યા છે. ખેડૂત નેતા ગુરનામ ચઢુનીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, લાઠીચાર્જ મામલાની ન્યાયિક તપાસ થશે. તપાસ પૂરી થવા સુધી તત્કાલીન એસડીએમ આયુષ સિન્હા રજા પર રહેશે. તંત્રએ ખેડૂતોને તપાસ પૂરી કરવા માટે એક મહિનાનો સમય આપ્યો છે. હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશથી આ સમગ્ર મામલાની તપાસ કરાવવામાં આવશે.
આ પહેલા પણ 4 કલાક લાંબી બેઠક યોજાઈ હતી
લઘુ સચિવાલયની બહાર ખેડૂતોના ધરણાંનો આજે પાંચમો દિવસ હતો. ત્યારે આજે ખેડૂતો અને તંત્રના અધિકારીઓ વચ્ચે એક મહત્ત્વની બેઠક યોજાઈ હતી યોજાશે, જેમાં બંને વચ્ચે સંમતિ બની હતી. ત્યારબાદ ખેડૂતોએ ધરણાં પરત લેવાનો નિર્ણય લીધો છે. આ પહેલા ધરણાના ચોથા દિવસે તંત્ર અને ખેડૂતો વચ્ચે લગભગ 4 કલાક લાંબી બેઠક યોજાઈ હતી. સમાચાર એ પણ છે કે, આ બેઠક ઘણી સકારાત્મક રહી હતી. તેવામાં ખેડૂત નેતાઓએ આશા વ્યક્ત કરી હતી કે, મામલામાં સમાધાન થઈ શકે છે.
ખેડૂત નેતાઓને આશા છે કે, બેઠકનું સકારાત્મક પરિણામ નીકળશે આ પણ વાંચો-રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રયાગરાજની મુલાકાતે, અલ્હાબાદ હાઇકોર્ટમાં આયોજિત કાર્યક્રમમાં આપશે હાજરી
વરસાદના કારણે ખેડૂતોના ટેન્ટ પલળી ગયા
આપને જણાવી દઈએ કે, આજે સવારથી કરનાલમાં વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ખેડૂતોના ટેન્ટ પલળી ગયા છે. વરસાદથી બચવા માટે ખેડૂતો તંબુ કે પછી કોઈ છતની નીચે બેઠા છે. પોલીસ ફોર્સ પણ કેટલીક બસોની અંદર છે અને કેટલાક લઘુ સચિવાલયની બહાર. આપને જણાવી દઈએ કે, શુક્રવારે તંત્રએ ખેડૂત નેતાઓને વાતચીત કરવા માટે બોલાવ્યા હતા. આ વાતચીત એસીએસ દેવેન્દ્ર સિંહની હાજરીમાં થઈ હતી. સમાચાર એ પણ છે કે, ખેડૂતો અને તંત્રની આ બેઠક સકારાત્મક રહી છે.
આ પણ વાંચો-અમેરિકાના વિશેષ દૂત જોન કેરી 12 સપ્ટેમ્બરે ભારત આવશે, મહત્ત્વના મુદ્દાઓ પર થશે ચર્ચા
સંયુક્ત કિસાન મોરચાની મહત્ત્વની બેઠક દરમિયાન વિચાર કરાશે
આ બેઠક પછી ખેડૂત નેતા ગુરનામ સિંહ ચઢુનીએ (Gurnam Singh Chaudhauni) કહ્યું હતું કે, તંત્રની સાથે બેઠક સારી રહી છે. તેમણે કહ્યું હતું કે, કેટલીક વાત પર સંમતિ બની છે. હવે સંયુક્ત કિસાન મોરચાની મહત્ત્વની બેઠક દરમિયાન આ વાતો પર વિચાર કરાશે. કુલ મળીને તંત્ર સાથે આ બેઠક સકારાત્મક રહી છે. જોકે, બેઠકમાં કંઈ ફાઈનલ નથી થયું.
SDM આયુષ સિન્હાએ ખેડૂતો પર લાઠીચાર્જ કરાવ્યો હતો
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર (Chief Minister Manoharlal Khattar)નો એક કાર્યક્રમ કરનાલમાં થયો હતો, જેનો ખેડૂતોએ વિરોધ કર્યો હતો. આની સુરક્ષાની જવાબદારી તત્કાલીન એસડીએમ આયુષ સિન્હા પાસે હતી. તે દરમિયાન ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. તે સમયનો એક વીડિયો વાઈરલ થયો હતો, જેમાં આયુષ સિન્હા કહેતા જોવા મળી રહ્યા છે કે, જે પણ ખેડૂત અહીં આવવાનો પ્રયાસ કરે તેમનું માથું ફોડી નાખો. ત્યારબાદ ખેડૂતો ભડક્યા હતા અને કરનાલ લઘુ સચિવાલયની બહાર ધરણાં કરી રહ્યા છે, જેમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત પણ સામેલ થયા હતા.
લાઠીચાર્જના વિરોધમાં ખેડૂતોએ ત્રણ માગ સરકાર સામે રાખી હતી
લાઠીચાર્જના વિરોધમાં ખેડૂતોએ ત્રણ માગ સરકાર સામે રાખી હતી. પહેલી માગ એ છે કે, એસડીએમ સહિત જે સરકારી અધિકારીઓએ લાઠીચાર્જ કર્યો હતો. તેમની સામે FIR નોંધવામાં આવે. બીજી માગ એ છે કે, જે ખેડૂતનું મોત થયું છે. તેમના પરિવારને 25 લાખનું વળતર અને પરિવારના એક સભ્યને નોકરી આપવામાં આવે. ત્રીજી માગ એ છે કે, પોલીસની લાઠીચાર્જથી ઈજાગ્રસ્ત થયેલા ખેડૂતોને 2-2 લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે. આ ત્રણેય માગને માનવા માટે ખેડૂતોએ સરકારને 6 સપ્ટેમ્બર સુધીનું અલ્ટિમેટમ આપ્યુ હતું, પરંતુ સરકારે આ માગને માનવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. ત્યારબાદ ખેડૂતોએ મહાપંચાયત પર લઘુ સચિવાલય પર ધરણા શરૂ કર્યા હતા