વાતાવરણ: ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે. જેના કારણે ગુજરાતા લોકો ગરમીથી કંટાળી ગયા છે. હજુ પણ 2 દિવસ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. ગઇ કાલે ગરમ શહેરોમાં અમદાવાદ ભાવનગર અને પાટણમાં મહત્તમ તાપમાન 43.5 ડિગ્રી નોંધાયું હતું. બાકીના શહેરોમાં તાપમાન 32થી 43 ડિગ્રી વચ્ચે રહ્યું હતું. ગરમીએ રવિવારના દિવસે લોકોની મજા બગાડી હતી. લોકો ગરમીના કારણે ઘરની બહાર નિકળ્યા જ ન હતા. ગુજરાતમાં ભારે ગરમીના કારણે વૃધ્ધો અને બાળકો સાથે પશુ-પક્ષીઓની પણ હાલત કફોડી બની છે.
અંબાલાલની આગાહી: અંબાલાલની આગાહી અનુસાર તારીખ 28 મેથી તારીખ 10 જૂન સુધીમાં વરસાદની શક્યતા રહેશે. જોકે, રોહિણી નક્ષત્રમાં વરસાદ થાય તો ચોમાસું સારું થાય છે. રોહિણી નક્ષત્ર ઉતરતા વરસાદ થાય તો ચોમાસાની સાયકલ બરાબર ચાલે છે. તારીખ 28 મે બાદ અરબી સમુદ્રમાં પણ હલચલ વધવાની શક્યતા છે. જોકે, હળવું વાવાઝોડું સક્રિય થશે. જેની અસરના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાનું અનુમાન છે અંબાલાલએ જણાવ્યું હતું.
ગુજરાતનું રવિવારનું તાપમાન:અમદાવાદ 43.5, રાજકોટ 41.3, ભાવનગર 43.5, ડીસા 42.2, પાટણ 43.5, ગાંધીનગર 42.9 , વડોદરા 41.8, હિંમતનગર 42.2 જૂનાગઢ 41.1, દ્વારકા 32.2 નોંધાયું હતું. જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. વધી રહેલી વચ્ચે અંબાલાલ વચ્ચે વરસાદની આગાહી કરી છે.જેને લઇને ખેડૂતો પણ ચિંતામાં જોવા મળી રહ્યા છે. કારણ કે જો હવે વરસાદ પડશે તો ઉનાળું છે પાછતરો પાક ખરાબ થઇ જશે. ખેડૂતોનું અનુમાન છે કે જો હવે વરસાદ પડશે તો આવનારા ચોમાસામાં પણ વરસાદ ઓછો પડશે.જેના કારણે આવનારૂ વર્ષ ખરાબ જવાની ભીતિ સેવાઈ રહી છે.
તોફાન 'મોકા' નબળું:બંગાળની ખાડીમાંથી સર્જાયેલ ચક્રવાતી તોફાન 'મોકા' નબળું પડ્યું છે. ચક્રવાતી તોફાન મોકા રવિવાર તારીખ 14 મેના રોજ બાંગ્લાદેશ અને મ્યાનમારના કિનારાને પાર કરી ગયું છે. વાવાઝોડાના લેન્ડફોલ પહેલા ઘણી જગ્યાએ જોરદાર પવન અને વરસાદ જોવા મળ્યો હતો. જો કે, ચક્રવાતી તોફાનને કારણે બંગાળ અને આંદામાન અને નિકોબાર ટાપુઓ વધુ પ્રભાવિત થયા નથી. જો કે છેલ્લા કેટલાક દિવસોથી બંને રાજ્યોમાં વધુ વરસાદ નોંધાઈ રહ્યો છે. બીજી તરફ ઉત્તર ભારતના હવામાનની વાત કરીએ તો દિલ્હી સહિત ઉત્તર-મધ્ય ભારતનું તાપમાન વધી રહ્યું છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે એટલે કે 15 મેના રોજ મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર કરી શકે છે. તે જ સમયે, લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.
આ રાજ્યોમાં વરસાદ પડશે: હવામાન આગાહી એજન્સી સ્કાયમેટ અનુસાર, આગામી 24 કલાક દરમિયાન મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશના પૂર્વ ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. આજે મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં મધ્યમથી ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. પૂર્વ અને દક્ષિણ આસામ અને મેઘાલયમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ગંગાના પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે.