ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સરકાર રાજનાથ સિંહને બોલવાની છૂટ આપે તો તરત નિર્ણય થઈ જાયઃ ભારતીય કિસાન યુનિયન

ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ નરેશ ટિકૈતે હૈદરગઢ રોડ સ્થિત હરખ બ્લોક ચોક પર ખેડૂત મહાપંચાયત સંબોધી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને સરકારે પિંજરાનો પોપટ બનાવી દીધો છે. ટિકૈતે કહ્યું કે, સરકાર રાજનાથ સિંહને વાત કરવાની છૂટ આપે તો અમે ખાતરી આપીએ છીએ કે તાત્કાલિક નિર્ણય થઈ જાય.

સરકાર રાજનાથ સિંહને બોલવાની છૂટ આપે તો તરત નિર્ણય થઈ જાયઃ ભારતીય કિસાન યુનિયન
સરકાર રાજનાથ સિંહને બોલવાની છૂટ આપે તો તરત નિર્ણય થઈ જાયઃ ભારતીય કિસાન યુનિયન

By

Published : Feb 25, 2021, 9:14 AM IST

  • ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષે કેન્દ્ર સરકાર પર કર્યા આક્ષેપો
  • 'રાજનાથ સિંહને ખેડૂતો સાથે વાત કરવા સરકાર તક નથી આપી રહી'
  • 'રાજનાથ સિંહ ખેડૂતો સાથે વાત કરે તો સન્માનજનક નિર્ણય આવી શકે'

બારાબંકીઃ ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ નરેશ ટિકૈતે કહ્યું કે, જો સરકાર સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતો સાથે વાતચીત કરવાની છૂટ આપે તો સન્માનજનક નિર્ણય આવી શકે છે. ટિકૈતે હૈદરગઢ રોડ સ્થિત હરખ બ્લોક ચોક પર ખેડૂત મહાપંચાયત સંબોધતા આ કહ્યું હતું. તેમણે કહ્યું, અમે રાજનાથ સિંહનું સન્માન કરીએ છીએ, પરંતુ સરકાર તેમને તક નથી આપી રહી

ભાજપ ભાગલા પડાવી રહી છેઃ ભારતીય કિસાન યુનિયન

ટિકૈતે ભાજપ પર હિન્દુ-મુસલમાન વચ્ચે ભાગલા પડાવવાનો આક્ષેપ કરતા કહ્યું હતું કે, પહેલા હિન્દુ અને મુસ્લિમ એક સાથે પ્રેમથી રહેતા હતા. કોઈ કોઈનું વિરોધી નહતું, પરંતુ વર્ષ 2013થી ભાજપે મુસલમાનો અંગે ભ્રાન્તિ ફેલાવવાનું શરૂ કરી દીધં. મુસલમાનો અંગે દરેકના મનમાં ખોટી વાત નાખી, પરંતુ હવે લોકો તેમની ચાલ સમજી ગયા છે. દિલ્હી સીમા પર વિરોધ કરી રહેલા ખેડૂતો સરકાર પાસે ત્રણ કૃષિ કાયદા રદ કરવાની માગ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details