ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વર્લ્ડ કપ 2023: વર્લ્ડ કપનું વિહંગાવલોકન

આ વર્લ્ડ કપ ભારત માટે હૃદયની ધડકન બની ચૂકી છે. જ્યારે મેન ઈન બ્લૂ માટે તો હોમ વન્ડર બની ગયો છે. આ વર્લ્ડ કપ ફોર્સ, સિક્સર્સ, પિચ ઓબ્ઝર્વેશન્સ, દેશમાં મોંઘી મુસાફરી, પોતાના ચૂંટણી પ્રચારના કાર્યક્રમોને રદ કરીને પણ વડા પ્રધાનની હાજરી, ઈન્ડિયન એરફોર્સના ફાયટર્સ પ્લેન્સનો એરશો બધાને સાથે લઈને ફાઈનલ તરફ આગળ વધી રહ્યો છે. ICC World Cup 2023 Final India Australia Ahmedabad Narendra Modi Stadium Air Force Air Show

વર્લ્ડ કપનું વિહંગાવલોકન
વર્લ્ડ કપનું વિહંગાવલોકન

By ETV Bharat Gujarati Team

Published : Nov 19, 2023, 5:02 PM IST

હૈદરાબાદઃ ભારતના 10 મેચોમાં શાનદાર પ્રદર્શનથી આ વાતાવરણ તૈયાર થયું છે. જો કે સરેરાશ રન રેટનો નિયમ મુજબ રમતનું પ્રદર્શન નોંધનીય છે. જો કે જેમકે ટેનિસના મહાન ખેલાડી રોજર ફેડરર જેવા ખેલાડીઓએ ક્યારેય આવા સરેરાશ નિયમોની પરવાહ કરી નથી. પોતાના ગ્રાન્ડ સ્લેમ જીતવામાં આવા નિયમોની પરવાહ કરવાને બદલે હંમેશા ગ્રાન્ડ સ્લેમ જીતવાના અભિયાન પર ધ્યાન આપ્યું છે. રોહિત શર્મા અને તેની ટીમે 10માંથી 10 મેચ જીતવા માટે બહુ સારુ પ્રદર્શન કર્યુ છે અને વર્લ્ડ ચેમ્પિયન એવી ઓસ્ટ્રેલિયન ટીમની પસંદગીની ટીમ બનવાનું શ્રેય મેળવ્યું છે.

વર્લ્ડ કપનો માર્ગ અનેક ઘટનાઓથી ભરેલો છે. જેમાં કેટલીક ઘટનાઓ આનંદદાયક, કેટલીક દુઃખદાયક, કેટલીક ચિંતાજનક અને કેટલીક અફઘાન દોડ જેવી રહી છે. ભારતે મોટી મોટી ટીમોને હરાવી, હૃદયપૂર્વક રમત રમી છે. ભારતનો કેપ્ટન રોહિત શર્મા એક એવો કેપ્ટન છે જેણે મેચ બાદના કાર્યક્રમોમાં સૌનું દિલ જીતી લીધું હતું. ડચ ક્રિકેટર્સે સાઉથ આફ્રિકાને હરાવીને પોતાની હાજરી નોંધાવી હતી. ઓસ્ટ્રેલિયાને પણ પોતાના વિજયપથ પર હારનો સામનો કરવો પડ્યો હતો.

2023 અગાઉ અફઘાનિસ્તાને બે વર્લ્ડ કપમાં માત્ર 2015માં તેમની યોગ્યતાને આધારે એક જીત મેળવી હતી. આ વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને બે પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન એવા પાકિસ્તાન અને ઈંગ્લેન્ડને હરાવી દીધા હતા. અફઘાનિસ્તાનના કેટલાક ખેલાડીઓ તો પ્રથમ વખત વર્લ્ડ કપ રમી રહ્યા હતા. પર્વતીય રાષ્ટ્ર અફઘાનિસ્તાને એક આકર્ષક ઈન્દ્રધનુષ સમાન રમતનુ પ્રદર્શન કર્યુ હતું.

જો કે સેમિફાઈનલની મેચમાં પિચને લઈને એક બોગસ હંગામો પણ મચી ગયો હતો. સ્વતંત્ર ક્યુરેટર એન્ડી એટકિન્સ દ્વારા લીક કરવામાં આવેલા ઈમેલને કારણે આ હંગામો મચ્યો હતો. ત્યારબાદ શ્રીલંકાના એન્જેલો મેથ્યૂઝ પર માછલા ધોવામાં આવ્યા. જો કે પ્રેક્ષકો અને પ્રશંસકો માટે ભારત કેવું ક્રિકેટ રમે છે તે અગત્યનું હતું. ભારત અને સાઉથ આફ્રિકા સામે સતત બે હાર બાદ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે પહોંચી ગયું હતું. છેવટે ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે તેવું નક્કી થયું.

ઓસ્ટ્રેલિયાના જીદ્દી અને ઉગ્ર એવા ગ્લેન મેક્સવેલની રમત ખૂબ જ આક્રામક રહી. 40 બોલમાં સદી ફટકારવી, બેક ઈન્જરી હોવા છતા બેવડી સદી ફટકારવી તેમજ સ્ટાર્કની સાઉથ આફ્રિકા સામે 5 વિકેટ લેવી વગેરે એક ઓસ્ટ્રેલિયન બ્રાન્ડ બની ગઈ છે.

દક્ષિણ આફ્રિકાએ ધમાકેદાર શરુઆત કરી અને પોતાની મોટા ભાગની મેચોમાં આ વિશ્વાસ બનાવી રાખ્યો. જો કે ભારતે ઈડનગાર્ડનમાં તેમને ડરાવીને પોઈન્ટ ટેબલમાં નંબર 2ના સ્થાને ધકેલી દીધા. ત્યારબાદ વાદળો નીચે બંગાળના તટે તેમણે ઓસ્ટ્રેલિયા સાથે મુકાબલો કર્યો. જો કે ત્યારબાદ તેમણે ઘરભેગા થવું પડ્યું કદાચ તેઓ 2027માં તેમની યજમાનીમાં રમાનાર મેચ જીતવાનું લક્ષ્ય હાંસલ કરવા માંગતા હશે.

પાકિસ્તાને એક અલગ પ્રકારના ઈશ્યૂનો સામનો કરવો પડ્યો. તેમણે સપોર્ટ કરતા પાકિસ્તાની ફેન અને પાકિસ્તાની પત્રકારોને ભારત સરકારે વિઝા ન આપ્યા તેવો આરોપ લગાડ્યો હતો. હૈદરાબાદમાં તેમનું ભવ્ય સ્વાગત, જીત બાદ બિરીયાનીની મિજબાની તેમજ એક પછી એક મેચમાં તેઓ ભૂલો કરતા પોઈન્ટ ટેબલમાં નીચે સરકતા રહ્યા. એક વાર રિઝવાને પોતે ફટકારેલી સદી પેલેસ્ટાઈનમાં પોતાના ભાઈ અને બહેનોને સમર્પિત કરી પોલિટિકલ સ્ટેટમેન્ટ આપ્યું હતું.

આ સ્ટેટમેન્ટને લીધે બખેડો થયો અને બાબર અને કોચ એથરટનને પગલા ભરવા મજબૂર થવું પડ્યું. પાકિસ્તાનને આ મામલે પ્રેસમાં આલોચના અને તિરસ્કારનો સામનો કરવો પડ્યો. પાકિસ્તાનનું નબળુ પડેલું ક્રિકેટ બોર્ડની આ સંરચના અને જુનૂન પસંદગી અને પ્રદર્શનના તર્ક પર હાવી રહ્યું.

શ્રીલંકાએ પોતાની લડત લડવાની ચાલુ રાખી, જો કે 10માંથી બે એક ચિંતાજનક નુકસાન જ ગણી શકાય. તેઓ ઘરે પરત ફરી આત્મનિરીક્ષણ કરી રહ્યા છે કે આ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર આવીએ. મેથ્યૂઝ એંજેલોને હેલમેટ સંબંધી સમસ્યા નડી હતી. તેને મેદાનની બહાર મોકલવામાં આવ્યો હતો.

બાંગ્લાદેશ પોતાના ઉતાર ચઢાવથી બાંગ્લા બન્યું. કેટલુંક સારુ કર્યુ કેટલુંક બગાડ્યુ. આશા હતી કે શાકિબ પાસેથી કેપ્ટનશિપ છીનવી લેવામાં આવશે અને તેવું જ થશે. ગત વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડ ભારતમાં ખરાબ પ્રદર્શનથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તે સમયે તેવી વાતો વહેતી થઈ હતી કે તેમણે 50 ઓવરની મેચથી નફરત છે, તેનાથી પણ ખરાબ બાબત કે આ મેચમાં તેમને રસ નથી. બેન સ્ટોક્સ, જો રુટ, જોની બેયરસ્ટો જેવા મહાન ખેલાડીઓ હોવા છતા ગત વર્લ્ડ ચેમ્પિયન માટે મોઈન અલી અને અબ્દૂલ રશીદના કોચને પ્રેસમાં પોતાનું માથુ પકડવાની નોબત આવી હતી. આવા પ્રશ્નોનો કોઈ જવાબ નથી કે આવી જડતાએ શા માટે ટીમને જકડી લીધી છે.

ભારત, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાથી પરાજય પામીને તેઓ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા. તેમના માટે આ એક એવી પરીક્ષા રહી કે જેને તેઓ સમજી શકતા નહતા. તેમના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન ઈયોન મોર્ગને આ બરબાદી માટે 50 ઓવરની મેચ અને તેના સફેદ બોલમાં ઈંગ્લેન્ડને રસ ન હોવાનું જવાબદાર ગણાવ્યું.

આ વર્લ્ડ કપના સ્થાયી વારસા સમાન લીગ મેચો જેમાં દરેક ટીમે દરેક ટીમનો મુકાબલો કર્યો. નિઃસ્વાર્થ, નિડર, આક્રામક, અનુકૂલીય અને ઈન્ટેલેક્ચ્યુઅલ લીડરશિપનું ઉદાહરણ રોહિત શર્માએ પૂરુ પાડ્યું છે. તેમજ એક એવા કોચ જે વોલ તરીકે ઓળખાય છે તેમની ટીમે પણ તેવું જ પ્રદર્શન કર્યું. આ દરેક ખેલાડીઓ એવા કલાકાર છે જેમને હંમેશા ઉત્કૃષ્ટતાભર્યુ પ્રદર્શન કર્યુ.

આ પ્રદર્શનને, વાદળી રંગને, આ જુનૂનને પ્રેક્ષકો અને પ્રશંસકોએ ખૂબ માણ્યું છે, ખૂબ પ્રશંસા કરી છે. ક્યાંક હોલ સ્ક્રીનિંગ યોજાયો તો ક્યાંક જુદા જુદા સ્ટેડિયમની ટિકિટ લેવા માટે આખી રાત પ્રશંસકો જાગ્યા છે. તો અમૂલ જેવી કંપનીએ પોતાની જાહેરાતોમાં હાર્દિકનો કપ અને શમી ફાઈનલ જેવી એડવર્ટાઈઝમેન્ટ લાઈન્સ બનાવી. જો કે હાર્દિકે તક ગુમાવી તેનાથી શમીને મોટા અને પ્રભાવશાળી ઉદ્દેશને પૂરા કરવાની તક મળી. શમી માટે ભારતનો દ્રષ્ટિકોણ હંમેશા માટે બદલાઈ ગયો. વિરાટ કોહલી અને તેમની પ્રશંસનીય 50મી સદીને કયારેય ભૂલી નહીં શકાય.

  1. મેદાનમાં સન્નાટો છવાયો, વિરાટ કોહલી આઉટ... ભારતનો સ્કોર (156/4)
  2. ભારતીય ટીમને જીત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી,રાહુુલ ગાંધી,અરવિંદ કેજરીવાલ અને મમતા બેનર્જીએ શુભેચ્છા પાઠવી

ABOUT THE AUTHOR

...view details