અમદાવાદ:17 જૂન 2023ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યા હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષ: 17 જૂન, 2023 શનિવારના રોજ વૃષભ રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી દ્વિતિય ભાવમાં રહેશે. આજે આપના તન અને મનનું સ્વાસ્થ્ય મધ્યમ રહે. નાણાં ખર્ચની ચિંતાથી આપનું મન વ્યગ્ર રહેશે. કોઇ સાથે મનદુ:ખ કે બોલાચાલી ન થાય તે માટે વાણી પર સંયમ રાખવો જરૂરી છે. બહારનું ભોજન લેવાનું શક્ય એટલું ટાળવું. આજે સ્ત્રીઓ સાથેનો વ્યવહાર વધુ રહે. ઓફિસમાં પણ સ્ત્રી કર્મચારીઓથી આપને લાભ થાય. મનની ઉદાસીનતા આપનામાં નકારાત્મક વિચારો પેદા ન કરે તેનું ધ્યાન રાખવું. આર્થિક દૃષ્ટિએ મધ્યમ દિવસ રહે.
વૃષભ:17 જૂન, 2023 શનિવારના રોજ વૃષભ રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી પ્રથમ ભાવમાં રહેશે. આજે આપ તન અને મનથી સ્વસ્થતાનો અનુભવ કરશો. પરિણામે ઉત્સાહ અને ચોક્સાઇપૂર્વક કામ કરી શકશો. કામ અંગે વિચારોમાં દૃઢતા હશે. આજે સર્જનાત્મક અને કલાત્મક ખૂબીઓ ખૂબ સારી રીતે પ્રદર્શિત કરી શકશો. ધનલાભની શક્યતા જણાય છે. નાણાકીય બાબતોનું સુપેરે ઓયોજન કરી શકશો. પરિવારજનો તેમજ જીવનસાથી જોડે સારી રીતે સમય પસાર કરી શકશો. આજે આપ પોતાને આત્મવિશ્વાસથી છલકતા અનુભવો.
મિથુન:17 જૂન, 2023 શનિવારના રોજ વૃષભ રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી દ્વાદશ ભાવમાં રહેશે. આજનો દિવસ સંપૂર્ણપણે આપની તરફેણમાં ના હોવાથી દરેક વાતમાં સાવધાની રાખવી જરૂરી છે. કુટુંબના સભ્યો અને પુત્ર સાથે કોઇક કારણે અણબનાવ ટાળવા માટે દરેક સાથે ધીરજથી અને નિષ્પક્ષ રીતે વર્તન કરવું અને દરેકને પોતાની વાત શાંતિથી સમજાવવાનો પ્રયાસ કરવો. મનમાં ઉગ્રતા અને આવેગ આવે તો તેને બહાર દેખાવાના બદલે દબાવવાનો પ્રયાસ કરવો. શરીર સ્વાસ્થ્યમાં વિશેષ કરીને આંખોમાં પીડા હોય તેમણે સાચવવું. આપની વાણી અને વ્યવહાર કોઇ સાથે ગેરસમજ ઉભી ન કરે તે જોવું. અકસ્માતથી સંભાળવું. વધુ પડતો ખર્ચ થાય. માનહાનિ થાય તેવા કાર્યોથી દૂર રહેવામાં જ આપની ભલાઇ છે.
કર્ક:17 જૂન, 2023 શનિવારના રોજ વૃષભ રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી એકાદશ ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ ઉત્સાહ અને આનંદમાં પસાર થશે. આપના વેપાર ધંધામાં ફાયદો થાય. આવકના સ્ત્રોતો વધે. ધનલાભ થાય. મિત્રો સાથેની મિલન- મુલાકાતથી આનંદ અનુભવો. સ્ત્રી મિત્રો, પ્રિયતમાથી લાભ થાય. લગ્નોત્સુક યુવક યુવતીઓ માટે લગ્નના યોગ સંભવે. શારીરિક- માનસિક આરોગ્ય સારું રહે. દોસ્તોની સંગાથે સુંદર મનોહર પર્યટન સ્થળની મુલાકાત થાય. પત્ની અને પુત્ર દ્વારા સુખશાંતિ મળે. નાણાકીય આયોજનો સારી રીતે કરી શકો.
સિંહ:17 જૂન, 2023 શનિવારના રોજ વૃષભ રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી દશમ ભાવમાં રહેશે. આજે આપના કાર્ય ક્ષેત્રમાં આપનું વર્ચસ્વ અને પ્રભાવ જમાવી શકો. ઉપરી અધિકારીઓ આપની કામગીરીથી ખુશ રહે. આપ ભરપૂર આત્મવિશ્વાસ અને દૃઢ મનોબળથી કઠિન કામ પણ સુપેરે પાર પાડી શકો. સરકારને લગતા કાર્યોમાં સફળતા મળે. પિતા સાથે સુમેળભર્યા સંબંધો રહે અને તેમનાથી લાભ થાય. જમીન, વાહન, મિલકત વગેરે સંબંધી કામકાજો કરવા માટે આજે અનુકૂળ દિવસ છે. ગૃહસ્થ જીવનમાં મીઠાશ રહે.
કન્યા:17 જૂન, 2023 શનિવારના રોજ વૃષભ રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી નવમ ભાવમાં રહેશે. આપનો વર્તમાન દિવસ સારા-નરસા બંને પ્રકારના સંજોગો ધરાવતો હોવાનું જણાઈ રહ્યું છે. મનમાંથી વ્યગ્ર દૂર રાખવી અને બધા સાથે સહકારની ભાવના રાખવી. શરીરમાં સ્ફૂર્તિ માટે કસરત કરી શકો છો. થાક અને અશક્તિના લાગે તો અત્યારે કામકાજમાંથી વિરામ લઈ લેવો. નોકરી-વ્યવસાયના સ્થળે પણ કર્મચારીઓ, ઉપરી અધિકારીઓ સાથે પણ સહકારની ભાવના વધારવી. નાણાં ખર્ચનું પ્રમાણ વધે. સંતાનોના સ્વાસ્થ્યની કાળજી લેવી પડશે. તેમની સાથે મતભેદ ટાળવા. પ્રતિસ્પર્ધીઓ આપને પરાજિત કરવાનો પેંતરો ઘડશે પરંતુ તેઓ ફાવી શકે તેમ નથી.
તુલા:17 જૂન, 2023 શનિવારના રોજ વૃષભ રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી અષ્ટમ ભાવમાં રહેશે. આજે કોઇ સાથે ઝગડો, વાદવિવાદમાં ન પડવાની સલાહ આપવામાં આવે છે. ગુસ્સો ન કરવો તેમજ દરેક બાબતે વાણી અને વર્તન પર સંયમ રાખવો હિતાવહ છે. હિતશત્રુઓથી સાવધાન રહેવું. તંદુરસ્તી સાચવવી. આકસ્મિક ધનલાભ થાય. રહસ્યમય બાતો અને ગૂઢ વિદ્યા તરફ આકર્ષણ અનુભવો. ઉંડી ચિંતનશક્તિ દ્વારા માનસિક શાંતિ મેળવી શકશો. અદાલતી કાર્યવાહીઓ સંભાળપૂર્વક કરવી.
વૃશ્ચિક: 17 જૂન, 2023 શનિવારના રોજ વૃષભ રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી સપ્તમ ભાવમાં રહેશે. પ્રેમીજનોને રોમાન્સ માટે વર્તમાન સમય અનુકૂળ છે. દોસ્તો સાથે પાર્ટી, પિકનિક, મોજમજા અને મનોરંજનમાં આજનો દિવસ ખૂબ સારી રીતે પસાર કરો. સારું ભોજન, સુંદર વસ્ત્રો, વાહન સુખ પ્રાપ્ત થાય. વિજાતીય વ્યક્તિઓથી મુલાકાત થાય. આપની માનપ્રતિષ્ઠામાં વધારો થાય. લગ્નસુખ ભરપૂર માણી શકો.
ધન:17 જૂન, 2023 શનિવારના રોજ વૃષભ રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી ષષ્ટમ ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ સારી રીતે પસાર થાય. કુટુંબમાં આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ પ્રવર્તે. જેના કારણે આપ પ્રફુલ્લિતતા અનુભવશો. આપની શારીરિક સ્વસ્થતા સારી રહે. નોકરિયાતોને નોકરીમાં લાભનો દિવસ છે. ત્યાં સાથી કર્મચારીઓનો સહકાર મળી રહેશે. આર્થિક લાભ થાય. હરીફોના હાથ હેઠા પડે.
મકર:17 જૂન, 2023 શનિવારના રોજ વૃષભ રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી પંચમ ભાવમાં રહેશે. આજે આપનું મન ચિંતા અને દ્વિઘાના આટાપાટામાં અટવાયેલું રહેશે. આવી પરિસ્થિતિમાં આપ કોઇપણ કાર્યમાં ચોક્કસ નિર્ણય પર નહીં આવી શકો તેથી આજે મહત્ત્વના કામ અંગે નિર્ણય લેવાનો મોકુફ રાખવો. આજે નસીબનો સાથ ઓછો મળતો હોય તેવું મનોમન લાગ્યા કરે તેમજ સંતાનોના આરોગ્યમાં પણ વધારે ધ્યાન આપવું પડશે. ઘરમાં વડીલ વર્ગની તબિયત નાજૂક રહેવાની શક્યતા હોવાથી તેમના માટે પણ સમય ફાળવજો. ઓફિસમાં ઉપરી અધિકારીઓની નારાજગીથી બચવા કામમાં સચોટ રહેવું. ખોટો ખર્ચ થઈ શકે છે. સંતાનો સાથે મતભેદ ટાળવા માટે તેમની સાથે શાંતિથી બેસીની ચર્ચા કરવી.
કુંભ:17 જૂન, 2023 શનિવારના રોજ વૃષભ રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી ચતુર્થ ભાવમાં રહેશે. આજે આપના સ્વભાવમાં વધુ પડતી લાગણીશીલતા આવે અને તેના કારણે માનસિક રીતે થોડીક બેચેની અને વ્યગ્રતા અનુભવો. નાણાંકીય બાબતોનું આયોજન થાય. સ્ત્રીઓને આભૂષણો, વસ્ત્રો, સૌંદર્ય પ્રસાધનો પાછળ ખર્ચ થાય. માતાથી લાભ થાય. જમીન, મકાન, વાહન વગેરેના સોદા કરતી વખતે ધ્યાન રાખવું. વિદ્યાર્થીઓને વિદ્યાપ્રાપ્તિમાં સફળતા મળે. સ્વભાવમાં જિદ્દીપણું ટાળવું, જાહેરમાં સ્વમાનભંગ ન થાય તેનું ધ્યાન રાખવું.
મીન:17 જૂન, 2023 શનિવારના રોજ વૃષભ રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી તૃતીય ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ શુભફળદાયી રહેશે. આપની સર્જનાત્મક અને કલાત્મક શક્તિઓમાં વધારો થશે. વૈચારિક સ્થિરતાના કારણે આપના કામ આજે સારી રીતે પાર પાડી શકો. મહત્ત્વના નિર્ણયો લેવા માટે આજનો દિવસ શુભ છે. જીવનસાથી જોડે સારી રીતે સમય પસાર થાય. મિત્રોના સંગાથે નાનકડી મુસાફરી અથવા પર્યટનનું સફળ આયોજન થાય. ભાઇભાંડુઓથી લાભ થાય. કાર્યમાં સફળતા મળે. કોઇક સાથે લાગણીના સંબંધથી બંધાઓ. જાહેર માન- સન્માન મળે. પ્રતિસ્પર્ધી પર વિજય મેળવી શકો.