નવી દિલ્હી:અમિત શાહે લોકસભાના (Home minister Amit Shah in Loksabha) શિયાળું સત્રમાં ડ્રગ મુદ્દે જવાબ આપતા કહ્યું હતું કે, ડ્રગ્સ દેશ માટે એક ગંભીર સમસ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે બન્ને ભેગા થઈને લડવાની હોય છે. પણ હું એ વાતનો સ્વીકાર કરૂ છું જ્યાં સુધી ડ્રગ્સ (Amit Shah speech on Drugs in loksabha) સામેની લડાઈ છે ત્યાં સુધી કોઈ પણ રાજ્યની સરકારે કેન્દ્ર સાથે ખભેથી ખભો મિલાવીને કામ કર્યું છે. કેન્દ્રની દરેક બાબતનો અમલ રાજ્યએ કર્યો છે. રાજ્યની ભૌગોલિક અને આર્થિક બાબતો પર અમલકરણની રીત સામે કોઈ ફેરાફર હોઈ શકે છે. નામ લીધા વગર શાહે એ વાત પર ભાર મૂક્યો કે, ડ્રગનો વેપલો બીજા કરે છે અને બાળકો આપણા ખતમ થાય છે
આ પણ વાંચો: winter session 2022: ચીન પર ચર્ચાની માગ સાથે આજે સંસદમાં ગાંધી પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન
કોઈ એક વિભાગની લડાઈ નથી: જ્યારથી મોદી સરકાર બની ત્યારથી ડ્રગ કેસ સામે કડક એક્શન લેવાયા છે. મોદી સરકારમાં ડ્રગના વેપલા સામે અને એનાથી આવતા ફંડ સામે ઝીરો ટોલરંન્સની પોલીસી છે. હજું આ નેટવર્કને ખતમ કરવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ. ડ્રગથી લાખો પરિવારનો ખાતમો થઈ ગયો છે. અનેક પ્રકારના સામાજિક દુષણ પણ એની સાથે પેદા થાય છે. ડ્રગથી આવતા પૈસા આતંકવાદમાં ખર્ચાય છે. જે પછી આપણી સામે જ આવે છે. આ ડ્રગથી આવતા ડર્ટી મની પણ દેશના અર્થતંત્રને ખોખલુ બનાવે છે. મોદી સરકારે ગૃહવિભાગ સામે એક લક્ષ્ય મુક્યું છે. એ છે નશામુક્ત ભારત. સભાને વિશ્વાસ અપાવું છું કે, લક્ષ્યને પૂરો કરવા માટે કોઈ કસર છોડવામાં આવી નથી. આ લડાઈ કોઈ કેન્દ્ર કે રાજ્ય કે કોઈ ચોક્કસ વિભાગની નથી.
બોર્ડરના રાજ્યો સતર્ક: જ્યાં સુધી કોઈ બોર્ડરના રાજયની વાત છે એને આ મુદ્દો ગંભીરતા લીધો છે. પાકિસ્તાન સાથે કોઈ વેપાર થતો નથી. પણ એનાથી મુશ્કેલી પૂરી થતી નથી,.તસ્કરી, સુરંગ અને ડ્રોનથી ડ્રગ આવે છે. એરપોર્ટ અને બંદરગાહથી ડ્રગ આવે છે. વેપાર બંધ કરવાથી એનો નીવેડો નથી આવ્યો. એના નવા પ્રયોગો સામે એક્શન લેવું પડશે. એનો ખાતમો કરવો પડશે. તમામે આ લડાઈ સાથે મળીને લડવી પડશે. જેનું પરિણામ લાવવું પડશે. સાથે મળીને લડીશું તો સારૂ પરિણામ આવશે. બોર્ડર પરથી, બંદરગાહ, એરપોર્ટ પરથી આવતા ડ્રગને રોકવા પડશે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂર અને રાજ્યની એજન્સીઓ પણ એક પેજ પર રહીને કામ કરવું પડશે. આની સાથે વ્યસ્ન મુક્તિ માટે સમાજ કલ્યાણ વિભાગ અને હેલ્થ વિભાગે પણ સાથે રહેવું પડશે. આના તમામ આયામોને આ લડાઈમાં સામિલ થવા જોડી રહ્યા છે. જેથી ડ્રગ ફ્રી ઈન્ડિયાનું સપનું સાકાર થશે.
ગોલ્ડન ટ્રાઈએન્ગલ:ડ્રગના વેપારીઓએ ગોલ્ડન ટ્રાયએંગ્લમાં દક્ષિણ પૂર્વ એશિયાના દેશનો સમાવેશ થાય છે. જયારે ગોલ્ડન ક્રિસેન્ટમાં ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. જ્યારે પણ આ શબ્દોનો ઉપયોગ કરૂ ત્યારે ડેથ ટ્રાયએંગ્લ અને ડેથ ક્રિસન્ટ શબ્દ પ્રયોગ કરૂ છું. નશાના વેપારીઓ માટે ગોલ્ડન ટ્રાયએંગ્લ હોઈ શકે છે. એ આપણા માટે નથી. ઈન્સ્ટિટ્યુશનને જવાબદારી સોંપાઈ છે, નાર્કો એજન્સીઓને પણ મજબુત કરાઈ છે. વિસ્તૃત અભિયાન શરૂ કરાયું છે. જેમાં લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. ડ્રગનો વેપલો કોઈ કરે છે અને બાળકો આપણા દેશના ખતમ થઈ રહ્યા છે. સહયોગ અને સાથ વગર આ લડાઈ ન જીતી શકાય.