- યુવકનું 'મેક ઇન ઇન્ડિયા'નું સ્વપ્ન દુ:ખદ રીતે સમાપ્ત
- ‘મુન્ના હેલિકોપ્ટર’ બનાવનાર શેખ ઇસ્માઇલ ઉર્ફે મુન્ના શેખનું મૃત્યુ
- મુન્ના શેખે તેના ગેરેજમાં હેલિકોપ્ટર બનાવ્યું હતુ
મહારાષ્ટ્ર્ (Maharashtra): યુવકનું 'મેક ઇન ઇન્ડિયા'નું સ્વપ્ન મહારાષ્ટ્રના યવતમાલમાં દુ:ખદ રીતે સમાપ્ત થયું છે. પરીક્ષણ દરમિયાન ક્રેશ થયેલા ‘મુન્ના હેલિકોપ્ટર’ બનાવનાર શેખ ઇસ્માઇલ ઉર્ફે મુન્ના શેખનું મૃત્યુ થયું હતું. યવતમાલ જિલ્લાના ફુલસાવંગી ગામના રહેવાસી શેખ ઈસ્માઈલ ઉર્ફે મુન્ના શેખે માત્ર 8 ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો પરંતુ હેલિકોપ્ટર બનાવવાની ભાવના રાખી હતી. વ્યવસાયે વેલ્ડર હતા. 24 વર્ષીય મુન્ના શેખે તેના ગેરેજમાં હેલિકોપ્ટર બનાવ્યું હતુ. જેનું નામ તેમણે "મુન્ના હેલિકોપ્ટર" આપ્યું હતુ.
આ પણ વાંચો:મેક ઇન ઇન્ડિયા: રિયલમીએ Smart TVનું ઉત્પાદન શરૂ કર્યું, કંપનીએ જણાવી ખાસિયતો