ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બેંગલુરુમાં ભારે વરસાદના કારણે 2નાં મોત, મુખ્યપ્રધાને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

બેંગલુરમાં ભારે વરસાદને (Heavy rainfall lashes Bengaluru) કારણે બે મજૂરોના મોત (Two laborers killed in rains) થયા છે. ત્રણ વ્યક્તિઓ સ્થળ પર દાખલ થયા હોવાના અહેવાલ હતા, પરંતુ તેમાંથી માત્ર એક જ બચ્યો હતો. દુર્ઘટના બાદ કર્ણાટકના સીએમ બસવરાજ બોમાઈએ વરસાદથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને બંને મજૂરોના પરિવારોને 5-5 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી.

બેંગલુરુમાં ભારે વરસાદના કારણે 2નાં મોત, મુખ્યપ્રધાને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી
બેંગલુરુમાં ભારે વરસાદના કારણે 2નાં મોત, મુખ્યપ્રધાને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

By

Published : May 18, 2022, 10:04 PM IST

બેંગલુર:કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં મંગળવારે રાત્રે અને બુધવારે સવારે ભારે વરસાદને કારણે (Heavy rainfall lashes Bengaluru) સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. તે જ સમયે વરસાદના કારણે બે મજૂરોના મોત (Two laborers killed in rains) થયા હતા. કાવેરી સ્ટેટ 5 પ્રોજેક્ટની પાઇપલાઇન સાઇટ પરથી સવારે મૃતદેહો મળી આવ્યા હતા. ત્રણ વ્યક્તિઓ સ્થળ પર દાખલ થયા હોવાના અહેવાલ હતા, પરંતુ તેમાંથી માત્ર એક જ બચી ગયો હતો. ડીસીપી સંજીવ પાટીલના (DCP Sanjeev Patil) જણાવ્યા અનુસાર, ઉપકાર લેઆઉટ બસ સ્ટેન્ડ પાસે ઉલ્લાલ ઉપનગરમાં મંગળવારે રાત્રે ભારે વરસાદ બાદ આ અકસ્માત થયો હતો. વરસાદને કારણે શહેરમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે કે હજુ ત્રણ દિવસ સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.

બેંગલુરુમાં ભારે વરસાદના કારણે 2નાં મોત, મુખ્યપ્રધાને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

આ પણ વાંચો:લો બોલો, હવે ગંગા નદીમાં માછલી નહી પણ દેશી દારૂ મળી રહ્યો છે, જાણો કઈ રીતે

5 લાખ રૂપિયા વળતરની જાહેરાત: રાજ્યના મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈએ બુધવારે ઘટનાની માહિતી મેળવ્યા બાદ શહેરના વરસાદી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને બે સ્થળાંતર કામદારોના પરિવારોને 5 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી હતી. મૃતકોની ઓળખ બિહારના દેવબ્રત અને ઉત્તર પ્રદેશના અંકિત કુમાર તરીકે થઈ છે. અકસ્માતમાં અન્ય એક મજૂર ત્રિલોકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મળી હતી. આ લોકો સાંજે પાંચ વાગ્યે વરસાદ દરમિયાન કામ કરી રહ્યા હતા. સાંજે 7 વાગ્યા સુધીમાં પાણીના સ્તરમાં નોંધપાત્ર વધારો થયો હતો. જેથી તે બહાર ન આવી શકે. બે કોન્ટ્રાક્ટરોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે અને એન્જિનિયરોની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે. જણાવવામાં આવ્યું હતું કે આ મામલાની તપાસ જ્ઞાન ભારતી પોલીસ સ્ટેશન કરી રહી છે.

આ પણ વાંચો:બે બસો એ રીતે અથડાઈ કે, જોતા જ થઈ જશે રૂવાડા ઉભા, Viral Video

ભોજનની વ્યવસ્થા: મુખ્યપ્રધાન બોમાઈએ જે લોકોના ઘરમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે તેમના માટે 25,000 રૂપિયાના વળતરની પણ જાહેરાત કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે શહેરના હજારો ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. તેમણે કહ્યું કે જ્યાં જરૂર છે ત્યાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રહેણાંક વિસ્તારોમાં વારંવાર પાણી વહી જવા અંગે પૂછવામાં આવતા બોમાઈએ જણાવ્યું હતું કે આ શહેરની ભૌગોલિક સ્થિતિને કારણે છે. 800 કિમી વરસાદી પાણીના નાળાનું કામ પૂર્ણ થવાનું છે, જ્યારે 400 કિમીનું કામ પૂર્ણ કરવાનું બાકી છે. આ વર્ષે, અમે કામ શરૂ કરીશું અને તેને પૂર્ણ કરીશું.

ABOUT THE AUTHOR

...view details