- રોબર્ટ વાડ્રાને રાજસ્થાન હાઈકોર્ટથી મળી રાહત
- સ્કાય લાઈટ હોસ્પિટાલિટી કેસમાં સુનાવણી ટળી
- 5 એપ્રિલે યોજાશે આગામી સુનાવણી
જોધપુરઃ રોબર્ટ વાડ્રા સાથે જોડાયેલી સ્કાય લાઈટ હોસ્પિટાલિટી કંપની અને મહેશ નાગર વિરુદ્ધ રાજસ્થાન હાઈકોર્ટમાં કરવામાં આવેલી અરજીઓ પર આજે સોમવારે સુનાવણી થઈ શકી ન હતી. ન્યાયાધીશ વિજય વિશ્નોઇની અદાલતમાં આ અરજીઓ સૂચિબદ્ધ હતી પરંતુ સમયના અભાવે બંને પક્ષના વકીલો દ્વારા આ કેસમાં વધુ સુનાવણી માટે 5 એપ્રિલની તારીખ લેવામાં આવી છે. અરજી સાથે જ ED તરફથી રજૂ કરવામાં આવેલા બે વિનંતીપત્ર અંગે અરજીકર્તાઓના વકીલો દ્વારા જવાબ પણ રજૂ કરવાનો હતો. EDએ રોબર્ટ વાડ્રા અને મહેશ નાગરના કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન માટે કોર્ટમાં અરજી કરી છે.
આ પણ વાંચોઃ કેન્દ્ર સરકારે લોકોની વેદનાને સમજવી જોઈએ: રોબર્ટ વાડ્રા
હાઈકોર્ટમાં આજે હતી મહત્ત્વની સુનાવણી